[ad_1]

જામનગર, તા. ૨૩
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને અમદાવાદમાં રહેતા તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારી ઘરમાંથી પહેરેલા કપડે હાંકી કાઢતાં તેણીએ જામનગર આવીને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુરનગર વિસ્તારમાં પ્રજાપતિ ની વાડી પાસે રહેતી પ્રિયાબેન જીગર ભાઈ સોલંકી નામની 24 વર્ષીય પરિણીત યુવતી કે જેના લગ્ન અમદાવાદમાં રહેતા જીગર અશ્વિનભાઈ સોલંકી સાથે થયા હતા. જે લગ્નની શરૂઆતના સારી રીતે રાખ્યા પછી તેણીને ઘરકામ બાબતે મારકૂટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને ઘરખર્ચ માટેના પૈસા નહી આપી, પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.
જેથી તેણી જામનગર આવી ગઈ હતી, અને જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેણીએ પોતાના પતિ જીગર અશ્વિનભાઈ સોલંકી, સાસુ વાસંતીબેન અશ્વિનભાઈ સોલંકી, તેમજ ત્રણ કાકાજી સસરા દિનેશભાઈ કરસનભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઈ કરસનભાઈ સોલંકી, અને જીતુભાઈ કરસનભાઈ સોલંકી સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.
[ad_2]
Source link






