વરાછા-કતારગામના નવા ઝોનમાં 132 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

On: January 20, 2022 9:15 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


નવા વિસ્તારમાં સુએઝ સિસ્ટમ ઉભી કરવા લાંબો
સમય લાગી શકે તેમ હોવાથી હંગામી ધોરણે ફ્રેબ્રીકેટેડ પ્લાન્ટ બનાવવા આયોજન

        સુરત,

સુરત મ્યુનિ.ના
હદ વિસસ્તરણ બાદના નવા કતારગામ અને નવા વરાછા ઝોનમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ કરી નિકાલ
માટે સિસ્ટમ ઉભી કરવા માટે 132 કરોડના અંદાજ મંજુર કરવામા ંઆવ્યા છે. આ વિસ્તારોમાં
તાત્કાલિક સુએઝ સિસ્ટમ ઉભી કરવા ામટે લાંબો સમય લાગી શકે તેમ હોય હંગામી ધોરણે ફેબ્રીકેટેડ
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે.

સુરત મ્યુનિ.ના હદ
વિસ્તરણ બાદ તે વિસ્તારમાં પાણી અને ડ્રનેજની સુવિધા આપવા માટે લાંબા સમય લાગી શકે
તેમ છે. મ્યુનિ.ના બદ વિસ્તરણ બાદ કતારગામ અને વરાછા ઝોનમાં ઉમરા, ગોથાણ, વેલંજા અને
અબ્રામા વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ સોયાટીના ગંદા પાણીના નિકલા માટે પાલિકાએ સુએજ
સિસ્ટમ બનાવવા માટે આયોજન કર્યું છે. પાલિકાની ડ્રેનેજ કમિટિની બેઠકમાં આજે 132.59
કરોડના અંદાજ મંજુર કરવામા આવ્યા છે. આ નવા વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરવાની કામગીરી
તાકીદે પણ કરવામા આવે તો પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કે વધુ સમય લાગી શકે તેમ છે.  હદ વિસ્તરણ બાદ જે ગામનો સુરત મ્યુનિ.મા ંસમાવેશ
કરવામા આવ્યો છે તેમાંથી મોટા ભાગની સોસાયટી ગામ તળ વિસ્તારમાં આવેલી છે. આ સોસાયટીઓમાંનો
ગંદા પાણીનો નિકાલ હાલ કોઈ પણ જાતની ટ્રીટમન્ટ કર્યા સિવાય સેના ખાડીમાં છોડી દેવામા
ંઆવે છે.

હદ વિસસ્તરણ બાદ
સમાવિષ્ટ આ ગામોમાંથી નિકળતાં પાણીના ટ્રીટમેન્ટ પહેલાં ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરવા માટે
આયોજન કરાયું છે. પરંતુ તે પહેલાં ગંદા પાણીનો અંશતઃ ટ્રીટ કરીને નિકાલ કરવા માટે હંગામી
ધોરણે ગોથાણ  રેલ્વે ઓવર બ્રિજની બાજુમાં  50 કરોડના ખર્ચે  એ એમ.એલ.ડી. ક્ષમતાનું મશીન હલ પમ્પીંગ સ્ટેશન તથા
ત્રણ કરોડના અંદાજે બે એમએલડી ક્ષમતાનો ફેબ્રીકેટેડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા
માટેના કામને પણ મંજુરી આપવામાં આવી છે. આ ફેબ્રીકેટેડ  એસ.ટી.પી. બનાવીને ગંદા પાણીને અંશતઃ શુધ્ધ કરીને
ખાડીમાં છોડવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે.

આ પહેલાં આ વિસ્તારની
સોસાયટીના ગંદા પાણીનો નિકાલ કોઈ પણ ટ્રીટમેન્ટ વિના ગોથાણ ગામના ખેતરોમાંથી સિંચાઈની
નહેરમાં ભળીને આગળ સેના ખાડીમાં જતું હતું તે મુદ્દે વિવાદ પણ થયો હતો. આ માટે જીપીસીબીએ
પાલિકાને પત્ર લખીને  ગંદુ પાણી સીધુ ખાડીમાં
જાય છે તેના માટે તાકીદે કામગીરી કરવા સુચના આપી હતી. તેના કારણે પાલિકા નેટવર્ક નંખાય
તે પહેલાં ફેબ્રીકેટેડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે આયોજન કરી રહી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!