સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામેના બાવળ દૂર કરી રસ્તો બનાવવાની માંગણી

On: January 3, 2022 11:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– રેલવે સ્ટેશન આવનારા મુસાફરોને પડતી હાલાકી દૂર થશે

– અહીંથી સીધા 80 ફૂટના રસ્તાને જોડતો નવો માર્ગ બનાવી શકાય 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામે બાવળોનું અડાબીડ જંગલ નજરે પડે છે. રેલ્વે તંત્ર તેમની જમીનમાંથી ગરીબોને જે રીતે ખદેડી મુકે છે તે રીતે બાવળોને વહેલીતકે કપાવી નાખે તેવી લાગણી ને માંગણી છે. 

સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામે લીલાછમ બાવળોનું અડાબીડ જંગલ નજરે પડે છે. અહિં બેશુમાર ગંદકી થવાની સાથોસાથ બાવળોની આડમાં અહિં જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓ પણ ચાલતી હોવાનું જાણવા મળે છે. બાવળોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાવાની દહેશત રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, રેલ્વેની ફાજલ જમીનમાં ઝુંપડા બાંધીને રહેતા ગરીબ નિરાધાર લોકો રેલ્વે તંત્રને નડતરરૂપ લાગે છે.. પણ રેલ્વેની જમીનમાં ઠેરઠેર ઉગી નીકળેલા આજુબાજુના રહિશો માટે ત્રાસ રૂપ બનેલા બાવળોના ઝુંડ રેલ્વે તંત્રને નડતરરૂપ નથી લાગતા… ગરીબોને હટાવીને તેમના ઝુંપડા તોડી પાડવામાં રેલ્વેતંત્ર જેટલી સક્રિયતા દાખવે છે. તેટલી સક્રિયતા રેલ્વેની જમીનમાં ઉગી નીકળેલા બાવળોને હટાવવામાં નથી દેખાડવામાં આવતી.  જાણકારોના કહેવા મુજબ રેલ્વેતંત્ર દ્વારા ગેટ સ્ટેશન સામેના બાવળો હટાવીને એંસી ફુટરોડને જોડતો રસ્તો કરવામાં આવે તો અનેક લોકોને ગેટ સ્ટેશનથી ટ્રેન પકડવામાં રાહત મળે તેમ છે. હાલ એંસી ફુટ રોડ બાજુથી ગેટ સ્ટેશને ટ્રેન પકડવા આવતા પેસેન્જરોને લાંબો આંટો ખાવો પડે છે..! 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!