હોનારત ટાળવા સળગતુ ટેન્કર દૂર લઇ જનાર ડ્રાઇવર પોતે ભડથુ થયો

On: January 3, 2022 11:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ચોટીલા હાઈવે ઉપરનો બનાવ

– અકસ્માત બાદ ખાદ્ય તેલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી : બનાવમાં એકનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર : ચોટીલા-લીંબડી હાઈવે ઉપર અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલક બળીને ભડથુ થઈ ગયો હતો. 

ચોટીલાથી એક કિ.મી. દુર હાઈવે ઉપર રાત્રિના સમયે ખાદ્યતેલ ભરેલુ ટેન્કર આગળ જતા વાહન સાથે અથડાતા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ કેબીનમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. રાજસ્થાનના વતની ટેન્કર ચાલક પુનમા રામ ચૌધરીએ મોટી દુર્ઘટના ટાળવા સળગતી હાલતમાં ટેન્કર નજીકની હોટલના ગ્રાઉન્ડ સુધી લઈ ગયો હતો જો કે ત્યાં સુધીમાં આગની જવાળાઓએ તેને લપેટમાં લઈ લેતા સીટ ઉપરજ તેનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. તેની સાથેનો અન્ય વ્યકિત કાચ તોડીને બહાર નીકળી ગયો હતો. ટેન્કર સળગ્યાની જાણ થતા ચોટીલાના ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!