[ad_1]

અમદાવાદ,૪ ડિસેમ્બર,૨૦૨૧,શનિવાર
છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટ ચર્ચામાં છે. આ આફ્રિકાના બોસનિયામાં સૌ પ્રથમવાર ધ્યાનમાં આવેલો વાયરસ સંક્રમણ દ્રષ્ટીએ સૌથી ખતરનાક મનાય છે. ભારતમાં બે દિવસ પહેલા કર્ણાટક રાજયમાં બે વ્યકિતને ઓમીક્રોન હોવાની વિગતો બહાર આવવાની સાથે જ ઓમીક્રોનની દેશમાં એન્ટ્રી થઇ હતી. જેમાં એક વ્યકિત દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી હતી જયારે અન્ય સ્થાનિક હતી.
આ ઓમીક્રોન વાયરસનો ત્રીજો કેસ ગુજરાતના જામનગર ખાતે નોંધાયો હોવાનું જાણવા મળે છે. ઝીમ્બાબ્વેથી હમણાં પરત આવેલા એક શખ્સને ઓમીક્રોન થયો છે. આ સાથી જ ખતરનાક મનાતા ઓમીક્રોન વેરિએન્ટનો ત્રીજો કેસ ધ્યાનમાં આવ્યો છે. આ શખ્સનો સેમ્પલ રિપોર્ટ તૈયાર કરવા સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યું છે. નવા કોવિડ-૧૯ના આ વેરિએન્ટ બાબતે સર્તકતા વધારી દેવામાં આવી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે રાજયોને પત્ર લખીને સજાગ રહેવા કહેવામાં આવ્યું છે.ખાસ કરીને કેરલ, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા અને મિઝોરમ સહિતના રાજયોને સર્તક રહેવામાં જણાવવામાં આવ્યું છે. ઓમીક્રોનથી સંક્રમિત લોકોમાં અત્યાર સુધી બીમારીના કોઇ જ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. સરકાર વેરિએન્ટ પરના તથ્યો અને પરીણામોના આધારે નિર્ણય લેવાનું નકકી કર્યુ છે.
[ad_2]
Source link






