[ad_1]
રાધનપુર તા.3
સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે
આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા સૌચાલય
સાફ કરવામાં આવતા હોવાની બાબત સામે આવતા વાલીઓમાં શાળાના શિક્ષકો સામે રોષ વ્યાપ્યો
હતો. અને આવા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં
આવી હતી.
સાંતલપુર તાલુકાની એક શાળાના શિક્ષકો દ્વારા
બાળકો પાસે શાળાના શૌચાલય સાફ કરાવવામાં
આવ્યા હોવાની ઘટના સામે આવતા ં રોષ વ્યાપ્યો હતો. તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં
અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવાને બદલે
શાળાના સૌચાલય સાફ કરાવવાના આદેશ કરવામાં આવ્યા હતા. ધોરણ ૬માં અભ્યાસ કરતી વિદ્યાથનીઓ
પોતાની સ્કુલ બેગ સૌચાલય ની બહાર મૂકીને અંદર સૌચાલય સાફ કરતી હોવાના ફોટા વાયરલ થતાં
વિવાદ સર્જાયો હતો.આ ઘટના અંગે ઉચ્ચ કક્ષાઅથી
તપાસ કરાવી જવાબદાર શિક્ષકો સામે શિક્ષાત્મક
પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.
શિક્ષકો સામે કાર્યવાહી થાય તેવી વાલીઓની માંગ
ઉનડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાથની પાસે શાળાનુ
સૌચાલય સાફ કરાવતા હોવાની ઘટના સામે આવતા વિદ્યાર્થી ના પિતા ગણેશભાઈ આહીરે
જણાવ્યું હતું કે,અમે
અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી સ્કૂલોમાં અભ્યાસ કરવા મૂકીએ છીએ પણ
આ સ્કૂલ ની અંદર જ્યારે સવારે જઇ જોતા અમારા બાળકો જોડે શાળાનું સૌચાલય સાફ
કરાવવામાં આવતુ હતુ.જેથી જવાબદાર શિક્ષકો સામે ે કાર્યવાહી કરવામાં આવે.
[ad_2]
Source link






