[ad_1]
હેસાણા,
તા.30
સરકાર દ્વારા મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં જુદાજુદા વિભાગોના
લક્ષ્યાંક આધારીત કામગીરી અને પ્રગતિ અંગેના બાકી વિકાસલક્ષી કામોને ૧૦૦ દિવસમાં પુરા
કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં અંદાજે રૃ.૩૬ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ
યોજનામાં ૩૩૧૪ મકાનોની સામે માત્ર ૩૫ આવાસ બન્યા છે. તો વળી, મનરેગા યોજના તળે
૩,૯૧ લાખ માનવ દિન ઉભા
કરવાના લક્ષ્યાંક સામે ફક્ત ૫૭૮૮૬ માનવ દિવસ રોજગારી અપાઈ છે. માત્ર ૧૫ ટકા જ માનવ દિનનું કામ થયું છે. માત્ર મહિલાઓ માટેની યોજનામાં
નવા ૧૨૫૦ સ્વસહાય જૂથની રચનામાં ૧૩૫ જૂથની રચના કરાઈ છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તળેના ૨૬૦ સ્વસહાય જૂથોને
સક્ષમ બનાવવાના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૧૩૫ જૂથો સક્ષમ કરાયા છે. સરકારની મોટાભાગની યોજનાઓમાં ઘણાં કામો પુરા
થયા નથી. જે કામો આગામી દિવસોમાં પુરા થવાના કોઈ અંધાણ વરતાતા ના હોય તેમ ઘણાંખરા
કામો પ્રગતિમાં ઓછા અને પેન્ડિંગ વધું જણાઈ રહ્યાં છે. ત્યારે સરકારના આ ૧૦૦
દિવસમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના
વિકાસના કામો પૂર્ણ થવા સામે અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.ગુજરાત સરકારની જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વરસોથી જુદીજુદી યોજનાઓ હેઠળ જાહેર જનતાના હિત માટેના
અને કામોને લાંબા અરસાથી હાથ ધરવામાં આવ્યાં છે. જે પૈકીના મોટાભાગના વિકાસલક્ષી
કામો મંથર ગતિએ થતાં હોય છે. રાજ્ય સરકારે મહેસાણા જિલ્લામાં ૧૬૨
ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર કરી છે.
ત્યારે સરકાર દ્વારા લોકોના હિતોને લક્ષમાં રાખીને જુદાજુદા વિભાગીય કચેરીઓને
આગામી ૧૦૦ દિવસમાં કામના લક્ષ્યાંક આપવામાં આવ્યાં છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ
યોજના, મનરેગા
યોજના, સ્વસહાય
જૂથોની રચના કરવી, રાષ્ટ્રીય
ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથોને બેન્ક લોન અપાવવાની કાર્યવાહી તેમજ
સ્વસહાય જૂથોને સક્ષમ બનાવવા,
ગોબરધન ક્લસ્ટર યોજના તળે ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરવા સહિતના બાકી કામોનો
સમાવેશ થાય છે.
આવાસ યોજનામાં ૩૩૧૪ની સામે માત્ર ૩૫ મકાનો બન્યા
સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧-૨૨ માં રૃ.૩૬ કરોડના ખર્ચે કુલ
૩૩૧૪ આવાસો બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં મકાનનું કામ જેમજેમ આગળ વધતું
જાય તેમ નાણાનું ચુકવણી રૃ.૧.૨૦લાખ લેખે કરવાની હોય છે. જો કે, અત્યારસુધીમાં ફક્ત ૩૫ જેટલાં જ આવાસો પુરા થયાં છે. ઉલ્લેખનીય
છે કે, મકાનો બનાવવા
માટેની જમીનના પ્લોટ નહીં હોવાના લીધે પણ ટાર્ગેટ પુરા થવામાં વિલંબ થતો હોય છે. જાણવા
મળ્યા મુજબ આશરે ૩૦૦ જેટલાં મકાનો પ્લોટ-જમીન વગરના પેન્ડિંગ છે. પ્રધાનમંત્રી આવાસ
યોજનાની જોગવાઈ મુજબ એક વર્ષમાં આવાસનું બાંધકામ પુરુ કરવાનું હોય છે.જે જુદાજુદા કારણોસર ક્યારેય સમયમર્યાદામાં પુરાં થઈ
શકતાં નથી. ઉલ્લેખનીય છે કે,
જિલ્લાનાં કેટલાંક તાલુકાઓમાં બે વર્ષથી લેન્ડ કમિટીની બેઠક પણ મળી હોતી નથી. એ
કારણથી પણ મકાનના કામમાં વિલંબ થતો હોય છે.
મનરેગામાં વેતન ઓછું મળવાથી મજુર મળતા નથી
સરકારની મનરેગા યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
કચેરીમાં કુલ ૯૮,૦૦૦ જેટલા
શ્રમિક નોંધાયેલાં છે. આ યોજનામાં સરકારે ૧૦૦ દિવસમાં ૩.૯૧ લાખ માનવ દિન રોજગાર ઉભા
કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં આજસુધીમાં
કુલ ૫૭,૮૮૬ માનવ
દિનની રોજગારી શ્રમજીવીઓને આપવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ મજૂરોને છૂટક કામમાં દૈનિક
વેતન વધારે મળતું હોવાથી આ યોજનામાં માણસો મળતા નથી. મનરેગા યોજનામાં અત્યાર સુધીમાં
માંડ ૧૫ ટકા જ કામ થયું છે. ઉલ્લેખનીય છે કે,
અત્યારસુધીમાં આ યોજનામાં ૨૮ લાખ માનવ દિવસ ઉત્પન્ન કરવાના લક્ષ્યાંક સામે ૫.૪૦
લાખ દિવસની મજૂરી લોકોને અપાઈ છે. જિલ્લામાં કુલ ૮૩૦૭૬ પરિવાર જોબકાર્ડ ધરાવે છે.
જિલ્લામાં બે ગેસ પ્લાન્ટનો ટાર્ગેટ
સરકારની આ યોજના તળે મહેસાણા જિલ્લામાં બે ગોબર ગેસ પ્લાન્ટ
બનાવાનું આયોજન છે.જેમાં હાલમાં બેચરાજીના શંખલપુર નજીક રૃરલ-અર્બન પ્રોજેક્ટ હેઠળ
ગોબરધન ક્લસ્ટર માટે ૧૦૫ લાભાર્થી પસંદ કરાયા છે. આગામી દિવસોમાં એક પ્લાન્ટ ઉભો કરવામાં
આવશે. જેના માટેની જમીન સંપાદન સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એનઆરએલએમ હેઠળ ૧૩૧ સ્વસહાય જૂથોને સક્ષમ કરાયા
સરકારની એક લાખ સ્વસહાય જૂથોને સક્ષમ કરવાની યોજના અન્વયેના
૨૬૦ ના લક્ષ્યાંકની સામે અત્યારસુધીમાં ૧૩૧ સ્વસહાય જૂથને સક્ષમ કરવામાં આવ્યાં છે.
જેમાં મહિલાઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી રોજગાર
સાથે જોડવામાં આવે છે. જેનો ઉદ્દેશ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવાનો છે.
સ્વસહાય જૂથોને બેન્ક લોન અપાવવામાં સો ટકા કામગીરી
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના તળે ૧૦હજાર મહિલાઓના
સ્વસહાય જૂથોને બેન્ક લોન અપાવવાના ૧૪૦ ના ટાર્ગેટ સામે કચેરી દ્વારા ૧૦૦ ટકાથી
વધુ ૧૫૨ જૂથોને બેન્ક લોન અપાવવામાં આવી
છે. જે જૂથ બનેલા છે તેને લોન અપાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.
[ad_2]
Source link






