Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદ મ્યુનિ.તંત્રમાં ધારાસભ્યો-કોર્પોરેટરોએ લખેલા પત્રો જ ગાયબ

On: December 1, 2021 4:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,મંગળવાર,30
નવેમ્બર,2021

સ્માર્ટ સિટીનો ટેગ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
વહીવટી તંત્રમાં ચાલતી પોલંપોલ બહાર આવવા પામી છે.અમદાવાદ શહેરમાંથી લોકોના પ્રતિનિધિ
તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બનેલા એવા પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો ઉપરાંત પૂર્વ કોર્પોરેટરો
તરફથી લખવામાં આવેલા પત્રો જ ગાયબ થઈ જતા રાજય માહિતી આયોગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનના
સંબંધિત અધિકારીઓને રોજકામ કરી તાકીદે આ પત્રોની સરકારી રેકર્ડ ઉપરની પ્રમાણિત નકલ
અરજદારને આપવા અંગે હુકમ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત શહેરના અન્ય અરજદારો તરફથી માંગવામાં
આવેલી માહિતીની ફાઈલ કે અન્ય સંદર્ભ તંત્રમાં હજુ સુધી મળી આવતાના હોવાનું જાણવા મળે
છે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને શાસકપક્ષના નેતા રહી ચુકેલા
તથા હાલમાં શહેર ભાજપ પ્રમુખ એવા અમિત શાહે ૪ ઓગસ્ટ-૨૦૨૦ના રોજ એક પત્ર લખી ખાડિયા
વોર્ડમાં કેટલા ગેરકાયદેસર બાંધકામ થયા
?
આ ગેરકાયદેસર બાંધકામો સામે મધ્યઝોનના એસ્ટેટ વિભાગ તરફથી કેટલા બાંધકામોમાં
નોટિસ આપવામાં આવી
? કેટલા
બાંધકામ તોડી પાડવામાં આવ્યા વગેરે વિગત આપવા તંત્રને પત્ર લખી માહિતી માંગી
હતી.અમિત શાહ તરફથી લખવામાં આવેલો આ પત્ર હાલમાં સરકારી રેકર્ડ ઉપર મળતો ના હોવાનો
માહિતી અધિકાર એકટની જોગવાઈ મુજબ માહિતી માંગનાર અરજદાર પંકજ.પી.ભટ્ટને જવાબ
આપવામાં આવતા તેમના દ્વારા રાજય માહિતી આયોગ સમક્ષ કરવામાં આવેલી અપીલ બાદ રાજયના
માહિતી કમિશનર તરફથી એસ્ટેટ વિભાગને રોજકામ કરી તાકીદે આ પત્ર શોધી કાઢી અરજદારને
સરકારી રેકર્ડની પ્રમાણિત નકલ પુરી પાડવા હુકમ કર્યો છે.

અરજદાર પંકજ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ,તેમણે મ્યુનિ.ના
અધિકારી કેયુર જોશીએ કરેલા જવાબની સરકારી રેકર્ડની પ્રમાણિત નકલ પણ માંગી હતી.આ ઉપરાંત
પૂર્વ ધારાસભ્ય કૌશિક પટેલ દ્વારા પાંચ ઓકટોબર-૨૦૧૮ના રોજ દૂધવાળી પોળના નાકે
ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે મધ્યઝોન એસ્ટેટ વિભાગને પત્ર લખ્યો હતો.આ પત્રની
નકલ પણ મ્યુનિસિપલ તંત્રને મળી રહી નથી.

પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી પૂર્વ ધારાસભ્ય ફારુક
શેખ દ્વારા હનુમાનવાળી પોળના બાંધકામ મામલે આપવામાં આવેલી બી.યુ.પરમીશન અને રજા
ચિઠ્ઠીની નકલ મધ્યઝોન એસ્ટેટ વિભાગ પાસે લેખિત રજુઆત કરીને માંગી હતી આ પત્રની નકલ
પણ હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને વોર્ડના
ઈન્સપેકટરોને મળતી નથી.આટલુ ઓછુ હોય એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકપક્ષના નેતા
રહી ટૂકેલા મયૂર દવે અને ખાડિયા -જમાલપુર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય ઈમરાન
ખેડાવાલા દ્વારા ૨૧ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ 
આર.ટી.આઈ કરી માંગવામાં આવેલા જવાબની સરકારી રેકર્ડ ઉપરની નકલ તંત્ર પાસે
ઉપલબ્ધ ના હોવા અંગે અરજદારને જવાબ આપવામાં આવ્યો છે.

ઉત્તરઝોનમાં પણ બે ફાઈલો રેકર્ડ ઉપર મળતી નથી

શહેરના ઉત્તરઝોનમાં અરજદાર રાકેશ યાદવ દ્વારા કરવામાં આવેલી
અરજી બાદ રાજયના માહિતી કમિશનર દ્વારા ૧૬ જુલાઈ-૨૦૨૦ના રોજ બેકરીના ગેરકાયદેસર
બાંધકામને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવા કરેલા હુકમ તથા કોરોના મહામારીના સમયમાં
આહુજા પાર્કમાં બંધ મિલક્તમાં સ્કૂલની ભાડુઆતના ધોરણે કરવામાં આવેલી આકારાણીની
ફાઈલ ના મળતી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

હેરીટેજ ટ્રસ્ટ છ મહિનાથી મકાન ઉપર સ્ટીકર પણ લગાવી શકયુ
નથી

તાજેતરમાં અમદાવાદ શહેરમાં વર્લ્ડ હેરીટેજ સપ્તાહની ઉજવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૫ નવેમ્બર સુધી કરવામાં આવી હતી.પરંતુ
મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનમાં ફરજ બજાવતા તાજેતરમાં જેમની બદલી થવા પામી છે
એવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાની સુચના બાદ છ મહિના જેટલો સમય પસાર
થઈ ગયો હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરીટેજ ટ્રસ્ટ પોળમાં આવેલા
હેરીટેજ મકાનની બહાર એક સ્ટીકર સુધ્ધા લગાવી શકયુ નથી.

અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો મળ્યાને
પાંચમુ વર્ષ ચાલી રહ્યુ છે.આમ છતાં હજુ સુધી શહેરનો હેરીટેજ કન્ઝર્વેશન પ્લાન પણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરીટેજ ટ્રસ્ટ તૈયાર કરી શકયુ નથી.બીજી તરફ
શહેરના કોટ વિસ્તારમાં આવેલા રહેઠાણ કેટેગરીના હેરીટેજ મકાન સ્થાનિક રાજકારણીઓ અને
એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને વોર્ડ ઈન્સપેકટરોની રહેમનજર હેઠળ તોડીને કોમર્શીયલ બાંધકામો
થઈ રહ્યા છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરીટેજ ટ્રસ્ટ કાર્યવાહી
કરવાના બદલે મૌન બનીને બધો તમાશો જોઈ રહ્યુ છે.જયાં હેરીટેજ મકાન જ નથી ત્યાં
હેરીટેજ ટ્રસ્ટ દ્વારા હેરીટેજ કેટેગરીના બોર્ડ લગાડી દીધા હોવાથી સ્થાનિક
રહીશોમાં હેરીટેજ ટ્રસ્ટ અને મધ્યઝોન એસ્ટેટ વિભાગની બેદરકારી સામે આક્રોશ જોવા
મળી રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!