Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આર્ટ ઓફ લિવિંગના આંકલાવાડી સ્થિત આશ્રમમાં મહાશિવરાત્રિ નિમિત્તે વૈદિક હોમ અને પૂજાનું આયોજન, બેંગ્લોર સ્થિત આંતરાષ્ટ્રીય કેન્દ્રમાં પણ ૧૮૦થી વધુ દેશો ના લાખો શ્રદ્ધાળુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં ઉજવશે મહાશિવરાત્રિ ઉત્સવ

On: February 14, 2026 12:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી શિવરાત્રિના ગહન મહત્ત્વને વ્યક્ત કરતાં કહે છે: “શિવરાત્રિ આ ભૌતિક જગત અને તમારા અંતર્મનના સૂક્ષ્મ લોક વચ્ચેનો એક સેતુ છે. આ અંતર્મુખી યાત્રા ભારે બાહ્ય વ્યસ્તતા કે શોરમાં શક્ય નથી; આ આંતરિક જોડાણનો ક્ષણ છે, મનોરંજનનો નહીં. કેટલાક લોકો તેને માત્ર એક અનુષ્ઠાન તરીકે જુએ છે, તો કેટલાક તેને મનોરંજન માને છે; બંને સ્થિતિમાં તેઓ તેના મૂળ તત્ત્વથી વંચિત રહી જાય છે. શિવરાત્રી ધ્યાનમય જાગૃતિનો પર્વ છે – આનંદ અને ભક્તિમાં પૂર્ણતઃ લીન થવાનો અવસર છે, સુખના પાછળ ભાગતા-ભાગતા માણસ થાકી જાય છે. જ્યારે તમે થોડો સમય તમારા આત્મસ્વરૂપમાં વિશ્રામ કરો છો, ત્યારે તમે ફરી ઊર્જાવાન બની જાઓ છો, અને એ જ ઊર્જા તમને શક્તિ, આનંદ અને પ્રસન્નતા આપે છે. વર્ષમાં કેટલીક રાત્રિઓ ખાસ શુભ અને અનુકૂળ માનવામાં આવે છે, જે તમને આ વિશ્રામનો અવસર આપે છે. મહાશિવરાત્રી એ જ ગહન વિશ્રામની અવસ્થામાં સ્થિર થવાનો પર્વ છે.”

મહાશિવરાત્રિના આ પાવન અવસરે આર્ટ ઓફ લિવિંગના વાસદના આંકલાવાડીમાં સ્થિત ગુજરાત આશ્રમમાં વૈદિક રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી આર્ટ ઓફ લિવિંગના સ્વામીજી કૌશિક સ્વામી (કાશીભૈયા)ની ઉપસ્થિતિમાં કરવામાં આવશે જેમાં ૧૫ ફેબ્રુઆરી ના રોજ બપોરે ૧૨:૩૦ બ્રાહ્મણ ભોજ, સાંજે ૫ વાગ્યે ગૌ પૂજા અને સાંજે ૬:૦૦ વાગ્યાથી રુદ્રપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત ૧૬ ફેબ્રુઆરી વહેલી સવારે ૬:૦૦ વાગ્યે રુદ્રપૂજા અને ૭:૦૦ વાગ્યે રુદ્રહોમ કરવામાં આવશે.

પવિત્ર રુદ્ર હોમ, ભગવાન રુદ્ર- ભગવાન શિવના કલ્યાણકારી સ્વરૂપ ની ઉપાસના માટે કરવામાં આવે છે. રુદ્રપૂજા શિવની રૂપાંતરકારી ઊર્જાનું આવાહન્ કરે છે જે નકારાત્મકતાના ક્ષય અને ઉચ્ચ ચેતનાના જાગરણનું પ્રતિક છે. ‘શ્રી રુદ્રમ’ના પ્રાચીન વૈદિક મંત્રો પર આધારિત આ અનુષ્ઠાન વાતાવરણની શુદ્ધિ, સામૂહિક ચેતનાના ઉન્નતિ અને વ્યક્તિ તથા સમાજ માટે શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનું સાધન માનવામાં આવે છે. આ પાવન ઉજવણીમાં સૌ કોઈ નિઃશુલ્ક ભાગ લઇ શકે છે.

આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર સ્થિત આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં પણ દર વર્ષની જેમ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની દિવ્ય ઉપસ્થિતિમાં મહાશિવરાત્રિની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે, જેમાં ૧૮૦થી વધુ દેશોના લાખો શ્રદ્ધાળુઓ એકત્રિત થશે.

આર્ટ ઑફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આયોજિત આ રાતભર ચાલતો ઉત્સવ તેની ઊર્જાવાન અને જીવંત આધ્યાત્મિક વાતાવરણ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જે શક્તિશાળી મંત્રોચ્ચાર, વિશાળ વૈદિક અનુષ્ઠાનો અને ભાવપૂર્ણ સંગીત દ્વારા નિર્મિત થાય છે.

આ કાર્યક્રમ લાઇવ વેબકાસ્ટ દ્વારા યુટ્યુબ પર પણ પ્રસારિત કરવામાં આવશે જેમાં ૧૫ ફેબ્રૂઆરીના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાથી આપેલ લિંક દ્વારા જોડાઈ શકાશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

ધરમપુરમાં ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા

ગુજરાતમાં થશે જ્ઞાન, ભક્તિ અને ધ્યાનનો મહાસંગમ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના ત્રણ શહેરોના પ્રવાસે

error: Content is protected !!