સુરતમાં ધો-10,12 બોર્ડના કુલ 1.45 લાખ પરીક્ષાર્થીઃ બુટ-ચપ્પલ બહાર કાઢવા પડશે

0
362

[ad_1]

– પાણીની
પારદર્શક બોટલ સાથે રાખી શકાશે
: 484 બિલ્ડીંગમાં CCTV
કેમેરાથી સજ્જ
4089 બ્લોકમાં પરીક્ષા લેવાશે

          સુરત

ગુજરાત
શિક્ષણ બોર્ડની પરીક્ષાના કાઉન્ટડાઉન વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ
10 અને 12 બોર્ડની કુલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી છે. આ વર્ષે 1,45,165  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓને બેસવા માટે
484 બિલ્ડીંગમાં સીસીટીવી થી સજ્જ 4089  બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ
છે.

કોરોનાના
કેસો શાંત થયા બાદ આગામી
28 મી માર્ચથી શરૃ થનારી બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી
દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. સાથે જ પરીક્ષા સમિતીની પણ બેઠક મળી હતી. આ
પરીક્ષામાં ધોરણ
10 ના 89475, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 42330 અને વિજ્ઞાાન પ્રવાહના 13360 મળી કુલ 145165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે
નોંધાયા છે. પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી
26 મી માર્ચ થી 12 મી એપ્રિલ સુધી સવારે સાત વાગ્યા થી
લઇને સાંજે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. આ વર્ષે પ્રથમ વખત ઓનલાઇન
ટિકિટ હોવાથી તમામ ખંડ નિરીક્ષક અને કેન્દ્વ સંચાલકવ્ને હોલ ટિકિટ પ્રિન્ટ કાઢી
આચાર્યના સહી સિક્કા કરી આપવા જણાવ્યુ છે.

આમ તો
દર વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બુટ
, ચંપલ મોજા પહેરીને પરીક્ષા આપવાની છુટ
આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે જે ગાઇડ લાઇન આવી છે. તે મુજબ વિદ્યાર્થીઓ માટે
પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડની બહાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પાણીની
પારદર્શક બોટલ સાથે રાખી શકશે. બૂટ ચંપલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે. આમ
ઉનાળાના તાપમાં વિદ્યાર્થીઓએ ખુલ્લા પગે પરીક્ષા આપવી પડશે.

બોર્ડની
પરીક્ષા અંતર્ગત નિર્ણયો અને આદેશ


પરીક્ષા સ્થળની આજુબાજુ 144 ની કલમ લાગુ કરાઇ


પરીક્ષા સ્થળની આજુબાજુની ઝેરોક્ષની દુકાનો પરીક્ષા દરમ્યાન બંધ
રખાશે


સીસીટીવીની ડીવીડી દરરોજ જોવાઇ તે માટે ખાસ ટુકડીની રચના


પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ


ખંડ નીરીક્ષકોની ફાળવણી સીસીટીવી કેમેરાની સામે સરકારી પ્રતિનિધિની
રૃબરૃ થશે

જે તે વિષયના શિક્ષકોને તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુકિત અપાશે


ઓળખકાર્ડ વગર પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરી શકાશે નહીં

–  જે તે શાળામંા પરીક્ષા કેન્દ્ર
હોવાથી સુચન પેટી પણ મુકવાની રહેશે.


પરીક્ષા કેન્દ્રની આજુબાજુ લાઉડ સ્પીકર વગાડવા પ્રતિબંધ

ધોરણ      કેન્દ્રની બિલ્ડીંગની
વિદ્યાર્થીની

        

10           50     288     89475

12 સા.પ્ર     28     136     42330

12 વિ.પ્ર     10      60     13360

કુલ           88     484     145165

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here