[ad_1]

– મજૂરી કામ કરતો રીઢો ચોર અમદાવાદ, વડોદરા પોલીસમાં ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છેઃ દિવસના મજૂરી અને રાત્રે ચોરી કરતો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
રાંદેર રોડ રામનગર સ્થિત સ્વામી નારાયણ સ્વરૂપ ટ્રસ્ટ સંચાલિત લેસુડી આશ્રમની દાન પેટીમાંથી રોકડા રૂ. 40 હજારથી વધુની મત્તા ચોરી કરનાર રીઢા ચોરને રાંદેર પોલીસે ઝડપી પાડી 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
રાંદેર રોડ સ્થિત રામનગર ખાતે આવેલા સ્વામી નારાયણ સ્વરૂપ ટ્રસ્ટ સંચાલિત લેસુડી આશ્રમમાં 11 ફેબ્રુઆરીએ તસ્કરો ત્રાટકયા હતા. આશ્રમના ગુરૂ મહારાજના અસ્ટાંગ રૂમની વેન્ટિલેશન ફેનની જગ્યા પર લાકડાની પ્લાય તોડી અંદર પ્રવેસી દાન પેટીમાંથી અંદાજે રોકડા રૂ. 40 હજારથી વધુની ચોરી થઇ હતી. આ ઘટનામાં રાંદેર પોલીસના હે.કો. મોહસીન હુસૈન અને પો.કો. ભરત કનુભાઇને મળેલી બાતમીના આધારે ઉગત હળપતિ વાસ પાસેથી કાળુભાઈ નરસુભાઈ મોહનીયા (ઉ.વ.48 રહે. ઉગત પાણીની ટાંકી સામે બોટનીકલ ગાર્ડનની દિવાલ પાસે અને મૂળ. નિશાળ ફળીયું, બિલીયા, ધાનપુર, દાહોદ) ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મજૂરી કામ કરતો કાળુ અગાઉ વડોદરા, અમદાવાદમાં ચોરીના ગુનામાં જયારે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ઝડપાય ચુકેલો રીઢો ગુનેગાર છે.
[ad_2]
Source link






