નારણપુરા ક્રોસીંગથી ગામ સુધી રોડ પહોળો કરવા દુકાનો, બંગલા,૧૨૬ વૃક્ષ કપાતની મંજુરી અપાઈ

On: February 11, 2022 12:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,ગુરુવાર,10
જાન્યુ,2022

મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં
વહીવટીતંત્ર અને સત્તાધીશોએ નારણપુરા રેલવે ક્રોસીંગથી ગામ સુધીના હયાત ૨૪.૩૮
મીટરની પહોળાઈના રોડને રીડીપી મુજબ ૩૦.૪૮ મીટરનો કરવા માટે લોકો તરફથી રજુ કરવામાં
આવેલા વાંધાને માન્ય ના રાખી પહોળો કરવા મંજુરી આપી છે.સ્ટેન્ડીંગ કમિટીના આ
નિર્ણયને કારણે ૧૫ દુકાન સો ટકા જયારે ૧૫ દુકાન પચાસ ટકા કપાતમાં જશે.જયારે રીડીપી
મુજબ માર્જિનની જગ્યામાં આવેલા ૧૨૬ વૃક્ષોનો છેદ ઉડાડી દેવામાં આવશે. ઉપરાંત ૩૨
બંગલા અને ૧૧ શેડને પણ અસર થશે.કપાતમા જતી મિલકતના મિલકત ધારકો અને વૈકલ્પિક સગવડ
કે વળતર આપવામાં આવશે નહીં.

સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને મ્યુનિસિપલ
કમિશનરના પત્રના આધારે દરખાસ્ત રોડ પહોળો કરવા દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી હતી.નારણપુરા
વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ.નંબર-૧૯(મેમનગર)તથા ટી.પી.સ્કીમ.નંબર-૨૯(નારણપુરા)માં રેલવે
ક્રોસીંગથી ગામ સુધીના હયાત ૨૪.૩૮ મીટરની પહોળાઈના રોડને રીડીપી મુજબ ૩૦.૪૮ મીટર સુધી
પહોળો કરવા મંજુરી માંગતી દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.દરખાસ્ત મંજુરી માટે મુકાઈ
એ અગાઉ લોકો પાસેથી વાંધા-સુચન મંગાવાયા હતા.જેમાં લોકો તરફથી ધંધા-રોજગાર બંધ થઈ જશે.વાહન
રોડ ઉપર પાર્ક કરવા પડશે ઉપરાંત કપાત માટે કેટલુ વળતર આપશો એ સ્પષ્ટતા કરો સહિતના અનેક
વાંધા-સુચન તંત્ર સમક્ષ રજુ કર્યા હતા.આ તમામ વાંધા-સુચનો સ્ટેન્ડીંગ કમિટીની મળેલી
બેઠકમાં ફગાવી દઈને રોડ પહોળો કરવા કપાતમાં જતી મિલકતના ધારકોને અંતિમ નોટિસ આપવાની
કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી છે.આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન હિતેશ બારોટને પુછતા તેમના કહેવા પ્રમાણે
,આ પ્રશ્ન વર્ષ-૨૦૧૨થી ચાલતો આવે છે.હાલના સંજોગોમાં કપાતમાં
જતી મિલકતના મિલકત ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કે વળતર આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.મ્યુનિસિપલ
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણને આ અંગે પુછતા તેમણે કહ્યુ
,એક તરફ તો સત્તાધીશો
અમદાવાદને ગ્રીન સીટી બનાવવાની વાતો કરે છે.બીજી તરફ રીડીપી માર્જિનની જગ્યામાં ૧૨૬
વૃક્ષોનો છેદ રોડ પહોળો કરવાથી ઉડવાનો છે.આ બાબત ખુબ ગંભીર અને શહેરના પર્યાવરણને નુકસાન
પહોંચાડનારી છે.કોંગ્રેસ પક્ષ આ બાબતનો ઉગ્ર વિરોધ કરશે.

લેફટટર્ન માટે ફૂટપાથ પહોળી કરવા રોડ તોડાશે

સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા
રોડ ઉપર લેફટ ટર્ન ટ્રાફિક વધુ સરળ બની શકે એ માટે હાલમાં ફૂટપાથ જેટલી ખોલવામાં આવે
છે તેમાં વધારો કરવો પડે તો એમ પણ કરવા સભ્યો દ્વારા સુચન કરવામાં આવ્યુ હતું.ફૂટપાથ
ખોલવા ફરી વિવિધ રોડ ઉપર તોડફોડ કરવામાં આવશે.તોડફોડ કરેલા રોડ ફરીથી રીસરફેસ કરવા
પડશે.પરિણામે લોકોના ટેકસના નાણાંનો વેડફાટ થશે એમ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!