ઇડર તાલુકાના 70 ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી મામલે આવેદન

On: January 22, 2022 5:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર,
તા. 21

ઇડર તાલુકાના ૭૦ જેટલા ખેડૂતો પાસેથી ૧ કરોડથી વધુની મગફળી ખરીદી
છેતરપીંડી ાચરવાને મામલે શુક્રવારે ખેડૂતોએ ધારાસભ્ય હિતુ કનોડિયાને આવેદન પત્ર આપ્યું
હતું. આ આવેદન થકી વિનંતી કરાઈ હતી કે
,
ખેડૂતોને કાળી મજુરીના પૈસા પરત અપાવવા સરકાર દરમિયાનગીરી કરે.

ઇડર તાલુકાના ૧૦ જેટલા ગામોના ૭૦ ખેડૂતોએ ડોલ્ફીન એગ્રો નામની
કંપની માટે મગફળીની ખરીદી કરતા સ્થાનિક એજન્ટો મારફતે મગફળી ભરાવી હતી. જે તે વખતે
કંપની દ્વારા ચેક આપી ૧ કરોડથી વધુની મગફળીની ખરીદી કરાઈ હતી. જો કે
, ત્યારબાદ ખેડૂતોએ
ચેક બેંકમાં ભરતા તમામ ખેડૂતોના ચેક બેલેન્સને અભાવે પરત ફર્યા હતા.

આ બાબતે ખેડૂતોની વારંવારની ઉઘરાણી છતાં નાણાં મળી શક્યા નહોતા.
જેને કારણે ખેડૂતોએ ડોલ્ફીન એગ્રોના બે માલિકો તથા સ્થાનિક બે એજન્ટો સામે ઇડર પોલીસમાં
છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદની તપાસ ચાલુ છે ત્યારે શુક્રવારે ભોગ બનનાર તમામ ખેડૂતોએ
મળી  ધારાસભ્ય હિતુ કનોડિયાને આવેદનપત્ર આપ્યું
હતું. આવેદન મળતાં જ ધારાસભ્યએ ખેડૂતોની હાજરીમાં પી.આઈ. જાડેજાને બોલાવી તપાસ બાબતે
જરૃરી સૂચના આપી હતી. સાથે જ તેઓએ આ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરી ખેડૂતોને તેમના મજુરીના
પૈસા પરત મળે તેવા પ્રયાસો કરવા હૈયાધારણા આપી હતી.

કયા ગામના ખેડૂતો ભોગ બન્યા

મેસણ,
પોશીના, ચિત્રોડા, રામપુર, ચોરીવાડ, ચોટાસણ, ચોટાસણ કંપા, કડિયાદરા, લક્ષ્મીપુરા તથા ભદ્રેસરના
૭૦ ખેડૂતો ભોગ બન્યા

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!