ખાતરનું બારોબારીયું કરી કૃત્રિમ અછત ઉભી કરાયાના ધારાસભ્યના આક્ષેપ

On: January 22, 2022 5:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ,
તા.21

પાટણ જિલ્લામાં ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી કેટલાક મળતીયાઓ
બારોબાર ખાતરનો વેપાર કરતા હોવાની ખેડૂતોની રજૂઆતના પગલે પાટણના ધારાસભ્યએ
શુક્રવારના રોજ સરકારી નર્મદા ખાતર ડેપોની મુલાકાત લીધી હતી. જ્યાં ડેપો સંચાલક
ખાતર ડેપોને તાળાં મારી નીકળી ગયો હતો. જે બાદ ધારાસભ્યએ ખેડૂતોને ઝડપથી ખાતર
મળતું નહી થાય તો તાળાબંધી કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી.

પાટણના ખેડૂતોની વારંવારની ખાતરની અછત સર્જાતી હોવાની રજૂઆત
બાદ ધારાસભ્ય ર્ડા.કિરીટ પટેલ શુક્રવારે માર્કેટયાર્ડમાં આવેલા  સરકારી નર્મદા ખાતરનો ડેપોમાં પહોંચ્યા હતા. આ
ડેપો બંધ હાલતમાં જોવા મળ્યું હતું અને 
ખેડૂતોની ખાતર લેવા લાંબી લાઈનો લાગેલી હતી. તે દરમિયાન ખેડૂતોએ ધારાસભ્યને
જણાવ્યું કે
ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાથી ડેપો બંધ છે અને સંચાલક આવ્યો
નથી.  બીજી તરફ ખેડૂતે  ચાર થેલી ખાતરની ખરીદી હોય અને તેમના મોબાઇલમાં
બાર થેલી ખરીદી કર્યાનો મેસેજ મળે છે. આ તમામ બાબતો અંગે  ધારાસભ્યએ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી
,ખાતર ડેપો
અધિકારી
, સચીવ અને
પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક જાણ કરી હતી. અને પાટણ નવા માર્કેટ
યાર્ડ ખાતે સરકાર હસ્તકનો નર્મદા ખાતર ડેપો દ્વારા ખેડૂતોને મળવાપાત્ર ખાતરનો
જથ્થો પોતાના મળતિયાઓને બારોબાર પધરાવી દેવાતો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ
ધારાસભ્યએ ઉમેર્યું હતું કે
ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખાતરનો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં
નહીં આવે તો નસરકારી ખાતર ડેપોને તાળાબંધી કરી કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો
કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!