[ad_1]

જામનગર. તા. 17 જાન્યુઆરી 2022 સોમવાર
જામનગર ની અદાલત માં નેગોસીએબલ એકટ અંગેના એક કેસને વર્ચ્યુઅલ મારફતે ચલાવવામાં આવ્યા પછી જામનગરની અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકનીડબલ રકમનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ચેક રિટર્ન અંગેના કેસમાં વર્ચ્યુઅલ મારફતે સજાનો પ્રથમ ચુકાદો જાહેર થયો છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરમાં રહેતા વિમલ વસંતભાઈ જોઇશર પાસેથી જામનગરના જ ચંદુલાલ રણછોડભાઈ લખતરિયા એ પોતાની જરૂરિયાત માટે રૂપિયા બે લાખ એંસી હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા. જે રકમ નો ચેક આપ્યો હતો. જે ચેક નિયત તારીખે બેન્કમાંથી પાછો ફર્યો હોવાથી તેની સામે જામનગરની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ જામનગરના અદાલત સમક્ષ ચાલી જતાં જે કેસ વર્ચ્યુઅલ મારફતે ચલાવાયો હતો, અને ફરિયાદ પક્ષના વકીલ ની દલીલોને ધ્યાને લઇને જામનગરની અદાલતે આરોપી ચંદુલાલને છ મહિના ની સાદી કેદની સજા અને રૂપિયા બે લાખ 80 હજારનો દંડ, જે દંડની રકમ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવવા હુકમ કર્યો છે.
[ad_2]
Source link






