[ad_1]
– સણોસરી ગામ ના સરપંચ સહિતના 11 સભ્યોએ હંગામો મચાવી કામ બંધ કરાવ્યું: તમામ સામે પોલીસ ફરિયાદ
જામનગર ૪,
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસે રોડ રસ્તા નું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ગામના સરપંચ સહિતના 11 જેટલા શખ્સોએ આવી કોન્ટ્રાક્ટર ની સાઈટ ના ઈન્ચાર્જ ને ધાકધમકી આપી, અન્ય એક કર્મચારીને મારકૂટ કર્યાની અને કામ બંધ કરાવી દીધા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસે કૈલાશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીનું રોડ રસ્તા નું કામ ચાલી રહ્યું છે, જ્યાં સાઇટ ના ઇન્ચાર્જ ક્રિષ્નદેવસિંહ દશરથસિંહ જાડેજા તથા અન્ય સહકર્મીઓ રોડ રસ્તા નું કામ સંભાળી રહયા હતા.જે દરમિયાન સણોસરી ગામ ના સરપંચ બાબુભાઈ બચુભાઈ તથા અન્ય ગ્રામજનો ત્યાં આવી પહોંચ્યા હતા, અને સાઇટ ઇન્ચાર્જ તેમજ અન્ય કર્મચારીને ધાકધમકી આપી કામ બંધ કરાવ્યું હતું, તથા એક કર્મચારી પર હુમલો કર્યો હતો.
જે બનાવ અંગે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સણોસરી ગામ ના સરપંચ બાબુભાઈ બચુભાઈ ઉપરાંત ગામના રામાભાઇ રાજાભાઈ ગાગિયા, ગોકુલ રાણાભાઇ ગાગલીયા, સંજય ગાગલીયા, તથા પાંચ અજાણ્યા શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link