[ad_1]

– પોતે કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ઠપકો આપતાં માઠું લાગવાથી ભરેલું અંતિમ પગલું
જામનગર તા. o4
જામનગર નજીક હાપામાં બાવરી વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતે કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે હાપામાં બાવરી વાસ વિસ્તારમાં રહેતા કાનાભાઈ નંદલાલભાઇ નામના ૩૦ વર્ષના બાવરી યુવાને ગઈકાલે પોતાના ઘેર લાકડાની આડશમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ કિકડીયાભાઈ નંદલાલભાઈ બાવરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસ પૂછપરછમાં મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેની પત્નીએ ઠપકો આપ્યો હતો. જેનું તેને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link






