ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પોષ સુદ પૂનમે પ્રાગટય દિવસ ઉજવાશે

On: January 4, 2022 7:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ખેડબ્રહ્મા તા.3

ખેડબ્રહ્મા ખાતે આવેલ રાજરાજેશ્વરી મા અબા આધશક્તિનો પોષ સુદ
પૂનમ તા.૧૭-૧-૨૦૨૨ સોમવારના દિવસમાં અંબાનો પ્રાગ્ટય દિવસ છે. આ દિવસે મા અંબાના સન્નમુખ
છપ્પન ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો છે. તેમજ નગરમાં પુનમના દિવસે સાંજે ૭ કલાકે દરેકના
ઘર આંગણે એક દિપ પ્રગટાવી નગરને ઝગમગાટ કરવાનું આયોજન મા ના સેવક મંડળના ભાઈઓ દ્વારા
કહેવામાં આવ્યું છે.

ખેડબ્રહ્મા મા આવેલ પૌરાણીક અંબે માનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ
છે. પ્રાચીનકાળમાં દેવતાઓની પ્રાર્થનાથી અંબેમા પ્રગટ થયા હતા અને ભવ્ય અને રમણીય પવિત્ર
ભૂમિ બ્રહ્મક્ષેત્રે (ખેડબ્રહ્મા)માં બિરાજ્યા હતા માતાજી ઉત્તર દિશા તરફ પોતાનું મુખ
રાખીને બેઠા છે. જે તરફ કુબેરનો વાસ છે. મંદિરની બાજુમાં માનસરોવર આવેલું છે. મા જગદંબાએ
આ સ્થાનકે સ્નાન કરેલું. ( આ વર્ણન બ્રહ્મપુરાણના ૧૭માં અધ્યાયમાં છે.) મા ના પ્રાગ્ટય
દિને મા ના સેવક મંડળના શક્તિસિંહ પી.સોલંકી અને દિલીપ એન.પટેલ દ્વારા પુનમના દિવસે
સાંજે ૭ કલાકે ઘર આંગણે એક દિપ પ્રગટાવાનું જણાવાયું છે.

આ ભાઈઓ દ્વારા દરેક ધાર્મિક મંડળો ભક્તો વેપારીઓ સોસાયટીઓ ફળીઓ
તેમજ નગરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાતો કરી રહ્યા છે. અને પોષી પુનમના દિવસે મા જન્મ
દિવસે નગરને જગમગાવનું આયોજન કરેલ છે. આટલા વર્ષોમાં પહેલીવાર દિપ પ્રગટાવવાનું આયોજન
થતા લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!