વડોદરા: ફાઈનાન્સ કંપનીનીમાંથી ૩ કિલો સોનુ વગેનો મામલો, કંપનીના વેલ્યુઅરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી

On: January 4, 2022 7:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04 જાન્યુઆરી

વડોદરાના વારસિયા વિસ્તારમાં ફાઈનાન્સ કંપનીમાં મેનેજરે સ્ટાફની મિલીભગતથી 03 કિલો સોનું સગેવગે કરી બોગસ ગ્રાહકો થકી લોન મેળવી બેંક અને કંપની સાથે છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ કંપનીના વેલ્યુઅરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,દિલીપકુમાર સતિષાભાઈ જાડેજા ( રહે – સાનિધ્ય ટાઉનશીપ , ન્યુ વીઆઇપી રોડ ,વડોદરા ) આઈ આઈ એફ એલ ફાઇનાન્સ લિમિટેડ વડોદરા ખાતે વેલ્યુઅર તરીકેની ફરજ બજાવે છે તેની જવાબદારી બેંકનું લોકર ઓપરેટ કરવાની હતી. અરજદાર આરોપીએ લોકરમાંથી સોનાના દાગીના અન્ય આરોપીઓની મદદથી બહાર કાઢી ડમી ગ્રાહક કોના નામે અલગ-અલગ પેકેટ બનાવી રૂપિયા 1.29 કરોડ ઉપરાંતની કિંમતનું 3052.32 કિગ્રા સોનુ કાઢી લઇ બેંકને નુકસાન પહોંચાડ્યું હતું. બેંકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આ અંગે વારસિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો .પોલીસની ધરપકડથી બચવા અદાલતે અત્રેની સેસન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ રજૂ કરી હતી. જે અરજીની સુનાવણી હાથ ધરાતા અદાલતે નોધ્યું હતું કે, હાલ ગુનાની તપાસ બાકી છે .અરજદાર આરોપી તપાસમાં સહકાર ન આપી નાસતા ફરે છે. આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો તપાસમાં સહકાર નહીં આપે તેવી દહેશત હાલના તબક્કે નજર અંદાજ કરી શકાય તેમ નથી. જેથી આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે. વધુમાં નોંધ્યું હતું કે, બચાવ પક્ષે નિર્દોષ હોવાની અનેક રજૂઆતો કરી છે પરંતુ તમામ બાબતો પુરાવાનો વિષય છે. સમગ્ર પુરાવો નોંધાયા બાદ જ તે અંગે કોઈ ચોક્કસ તારણ પર આવી શકાય તેમ છે. હાલ જામીન અરજીના તબક્કે આ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાથી કોઇપણ પક્ષકારને પ્રેજ્યુડાઇસ થવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે વારસયા પોલીસે આરોપીઓ પાસેથી 1.14 કરોડની કિંમતનું 2.850 કિગ્રા સોનુ રિકવર કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!