સાબરકાંઠા જિલ્લામાં 22000 બાળકોને કોરોનાની રસી અપાઇ

On: January 4, 2022 12:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 3

સાબરકાંઠા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને કોવીડ-૧૯
રસીકરણનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લાની કુલ ૧૬૦ માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક શાળાઓના
વેકિસનેશનના સોમવારે શરૃ થયેલા પ્રથમ સેશનમાં જિલ્લાના ૨૨૦૦૦ વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ
અને ૧૮૮ વિદ્યાર્થીઓને વેકિસનનો બીજો ડોઝ અપાયો હતો. આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો રસીકરણ
સેશનની કામગીરીમાં જોડાઈ હતી.

૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ વેકિસનેશનનો
હિંમતનગરની માણેક કૃપા હાઈસ્કુલ ખાતેથી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ પ્રારંભ કરાવ્યો
હતો. સાબરકાંઠાંની કુલ ૧૬૦ માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં કોવિડ રસીકરણ માટે
આયોજન થયુ હતુ. જેમાં આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમોએ પ્રથમ વેકિસનેશન સેશનમાં જોડાઈને
જિલ્લાના ૨૨૦૦૦ વિદ્યાર્થીઓને વેકિસનનો પ્રથમ ડોઝ જયારે ૧૮૮ વિદ્યાર્થીઓને
વેકિસનનો બીજો ડોઝ આપ્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલ સહિત આરોગ્ય
વિભાગના તાલુકા અને ગ્રામ્ય સ્તરના તબીબી અધિકારીઓ પણ ટીમ સહિત વીઝીટ કરી હતી.
વિદ્યાર્થીઓએ પણ સોમવારે વેકિસનેશન માટે આનાકાની વિના વેકિસન લેવા પુરો ઉત્સાહ
દર્શાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!