ખાતરના ભાવ વધારાથી જિલ્લાના 1.88 લાખ ખેડૂતોને ફરીવાર બોજ

On: January 4, 2022 12:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા. 3

ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સના ભાવમાં વૈશ્વિક
વધારો થયા પછી જિલ્લામાં પણ એન.પી.એ. ખાતરમાં સતત વધી રહેલા ભાવ વધારાથી ખેડૂતોમાં
રોષ જોવા મળ્યો છે. માત્ર ૮ મહિનામાં જ બોરી દીઠ રુ ૮પ૦ નો વધારો ખેડૂતો માટે અસહ્ય
થઈ પડતાં સાબરકાંઠા
, અરવલ્લી જિલ્લાના
૧.૮૮ લાખથી વધુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે સરકાર દ્વારા સબસીડી વધારવામાં
આવે તો જ એન.પી.કે. ખાતર ખેડૂતોને સસ્તુ મળી શકે છે.

સાબરકાંઠા જિલ્લામાં ૧,ર૮,૩ર૧, અરવલ્લીમાં ૧,ર૪,૬૯૬ મળી કુલ-ર,પ૩,૦૧૭ હેક્ટર જમીનમાં
ઘઉં
, જુવાર, મકાઈ, ચણા, રાઈ, જીરુ, ધાણા, લસણ, ઈસબગુલ, બટાકા, ડુંગળી, શાકભાજી, ઘાસચારો સહિતના પાકનું
વાવેતર થયું છે. ઠંડીની જમાવટ અને પિયતનો પૂરો લાભ મળતાં બમ્પર પાક ઉત્પાદનની ખેડૂતોએ
આશા રાખી છે ત્યારે ખરી રવી સીઝન ટાણે જ ખેડૂતોને પડતા ઉપર પાટુનો ઘા પડતો હોય તે રીતે
એન.પી.કે. ખાતરમાં માત્ર ૧ મહિનામાં જ રુ રપ૦ નો વધારો ઝીંકાયો છે. એપ્રિલ-ર૦ર૧ માં
એન.પી.એ. ખાતરની એક બોરીનો ભાવ રૂ ૮પ૦ હતો જે જાન્યુઆરી-ર૦રરમાં વધીને રૂ ૧૭૦૦ સુધી
પહોંતાં ખેડૂતો માટે એક જ વર્ષમાં એન.પી.એ. ખાતરમાં બમણો ભાવ વધારો અસહ્ય થઈ પડયો છે.

 જાણવા મળ્યા મુજબ સરકારની
ઈન્ડીયન પોટાશ  કંપની દ્વારા પોટાશના ભાવો વધારવાનો
નિર્ણય લેવાયો છે. 

ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરીશું – કિસાન સંઘ

બાયડ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ અમરાભાઈ પટેલ, મંત્રી છગનભાઈ પી.
પટેલે જણાવ્યું કે એન. પી. કે. ખાતરમાં અગાઉ રુ ર૬પ પછી રુ રપ૦ નો ભાવ વધારો ઝીંકવામાં
આવવાનો છે જેથી ભાવ વધારો ખેડૂતો માટે અસહ્ય થઈ પડશે. અમો ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરીશું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!