પાલિકાએ નવ વર્ષનો વેરો નહીં ભરતાં સન આર્કેડની 17 દુકાનો સીલ કરી

On: December 10, 2021 3:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા. 9

મહેસાણા પાલિકા દ્વારા શહેરના નાગરિકો વેપારીઓનો મિલ્કત
વેરો બાકી હોય તેવા વેપારીઓની મિલકતો સીલ કરવાની ઝુંબેશમાં આજે પાલિકાની ટીમે મહેસાણાના
માનવઆશ્રમ ચોકડી નજીક સન આર્કેડની ૧૭ દુકાનોનો ૯ વર્ષનો વેરો બાકી નીકળતા સીલ કરી
સપાટો બોલાવ્યો હતો. જોકે અન્ય દુકાનોમાંથી સ્થળ પર જ  ૨.૧૦ લાખના વેરાની વસુલાત કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ પાલિકાની ટીમે શહેરના ગોવિંદ માધવ અને પશાભાઈ
પેટ્રોલપંપ નજીકની બે દુકાનો સીલ કરી હતી. જેમાં આજે પાલિકાની ટીમ દ્વારા મહેસાણા
શહેરના માનવઆશ્રમ ચોકડી પર તિરૃપતિ હર્ષની બાજુમાં આવેલ સન આર્કેડ પટેલ રશ્મિકુમાર
ગોવિંદભાઈ તથા પટેલ ડીગ્નેશકુમાર ભરતભાઈની માલિકીની ૧૭ દુકાનો આવેલી છે. આ
દુકાનોનો છેલ્લા નવ વર્ષથી મિલ્કત વેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા નોટિસ
પાઠવવામાં આવી હતી. છતાં પણ કોઈ જ વેરો ભરવામાં ન આવતા આખરે પાલિકાની ટીમે કડક
કાર્યવાહી કરી ૧૭ દુકાનો સીલ કરી હતી. એક દુકાનનો રૃા. ૧૯૦૮૧ વેરો મળી ૧૭ દુકાનોનો
કુલ વેરો રૃા. ૩
,૨૪,૩૭૭ બાકી નીકળતો
હતો. જ્યારે અન્ય જગ્યાએથી પાલિકાની ટીમે ૨
,૧૦,૫૦૫ રૃપિયાની
સ્થળ પર જ વસુલાત કરી છે. જોકે પાલિકાની કડક કાર્યવાહી અન્ય રીઢા બાકીદારોમાં
ફફડાટ વ્યાપ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!