[ad_1]
જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા છેલ્લા પાંચ દિવસથી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર પછી આજે દેવભૂમિ દ્વારકાના રુરલ એરિયામાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છઠ્ઠા દિવસે વિજ ચેકિંગમાં વધુ 15 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળની 30 જેટલી વિજ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સબડિવિઝન અને ખંભાળિયા સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં તેમ જ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન 387 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 81 વીજ જોડાણમાં ગેરરીતિ માલૂમ પડી હતી, જેઓને 15.20 લાખના વિજચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. છ દિવસ દરમિયાન એક કરોડ 15 લાખથી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે.
[ad_2]
Source link