[ad_1]

– 50 ટકા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી શક્યા નહોતાઃ છેલ્લું પેપર પુર્ણ થયા બાદ
ટેસ્ટ લેવાશે, ઓફલાઇન પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે
સુરત
હાઇટેક
બની રહેલી નર્મદ યુનિવર્સિટી મોક ટેસ્ટમાં જાણે ફેઇલ થઇ હોઇ તેમ સોમવાર અને
મંગળવારની ઓનલાઇન પરીક્ષા મોકૂફ કરી દઇને સેમેસ્ટરનું છેલ્લુ પેપર પૂર્ણ થયા પછી
લેવાનો નિર્ણય કર્યો છે. મોક ટેસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલી અને
રજુઆતો બાદ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ છે.
નર્મદ
યુનિવર્સિટી ધીરે ધીરે હાઇટેક બની રહી છે. પરંતુ પરીક્ષાને લઇને હજુ પણ ઠોસ
કાર્યવાહી નહીં થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સોમવારથી શરૃ થતી ઓનલાઇન પરીક્ષા
પહેલા વિદ્યાર્થીઓને કેવી કેવી મુશ્કેલીઓ આવે છે. તે માટે મોક ટેસ્ટનું આયોજન
કરાયુ હતુ. પરંતુ મોક ટેસ્ટમાં ઢગલેબંધ ફરિયાદો આવી હતી. ૫૦ ટકા વિદ્યાર્થીઓ
પરીક્ષા આપી શક્યા ના હતા. આથી યુનિવર્સિટીના સતાધીશોની ઢીલાશભરી નીતિ સામે
પ્રશ્નો સર્જાયા હતા. એબીવીપી દ્વારા પણ રજુઆત થઇ હતી.
આખરે
આગામી ૨૯ નવેમ્બર અને ૩૦ મી નવેમ્બરના રોજ લેવાનારી ઓનલાઇન એમસીકયુ બેઇઝ પરીક્ષા જે તે સેમેસ્ટરનું
છેલ્લુ પેપર પૂર્ણ થાય ત્યાર પછીના બે દિવસ દરમ્યાન લેવાનું નક્કી કરાયુ હતુ. આ
દિવસો દરમ્યાન ઓફલાઇન પરીક્ષાઓ રાબેતા મુજબ જ ચાલુ રહેશે. યુનિવર્સિટીના દ્વારા
વેબસાઇટ પર મુકવામાં આવેલ ટાઇમ ટેબલ મુજબ પરીક્ષા આપવાની રહેશે.આમ સોમવાર અને
મંગળવારની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરી દઇને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર
કરવાનો પ્રયાસ કર્યો છે.
[ad_2]
Source link






