વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના દ્વારા ૬૯૧૮૭ પશુઓની સારવાર કરાઈ

0
178

[ad_1]


– જિલ્લામાં ૧૭ ફરતા દવાખાનું શરૂ કરાયા છે

વડોદરા:રાજ્ય સરકારે અબોલ પશુઓની સારવાર માટે ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કર્યું છે. વડોદરા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા આવા ૧૭ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે.ડભોઈ તાલુકા ના ફરતા પશુ દવાખાનામા અમરેશ્વર ગામનો સમાવેશ થાય છે.સીમલીયામાં ફરતા પશુ દવાખાનામાં કાર્યરત ડોક્ટર સહિતનો સ્ટાફ  સવારે તેમના શિડ્યૂલ મુજબ અમરેશ્વર ગામે વિઝિટમાં હતો ત્યારે આ ગામના પશુપાલક ની ભેંસને અચાનક પ્રસુતિની પીડા થવા પામી હતી સંજોગોવસાત પશુ ડોકટર પણ આ જ ગામમાં હોવાથી તેમણે તરત જ ગામમાં ડોક્ટરને મળી પોતાના પશુની તકલીફ અંગે વાત કરી. ડોક્ટરની ટીમ ભેંસની સારવારમાં લાગી , પરંતુ સારવાર દરમિયાન ખબર પડી કે ભેંસની ડિલિવરી ખુબ પીડાદાયક છે. જેને ડિસ્ટોકિયા કહેવામાં આવે છે.પરંતુ ડોક્ટરની ટીમએ બે કલાકની જહેમત બાદ ભેંસ અને તેના નવજાત બચ્ચાને  સલામત રીતે બચાવી લીધા હતા.વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના દ્વારા ૬૯૧૮૭ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.જેમાં મેડિકલ ઇમર્જન્સીના ૧૭૯૪૮ કેસ,મેડિસિન સપ્લાયના ૩૩,૩૪૬, સર્જીકલના ૧૩૦૨૨ કેસ, પ્રસુતિના ૨૯૦૯ કેસ અને અન્ય ૧૯૬૨ કેસનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here