જિલ્લાના ભાજપ પ્રમુખ ધરમપુરના, છતાં ધરમપુર ના રોડ સુધરાવી શકતા નથી

0
378
પ્રતીકાત્મક તસ્વીર

નેશનલ હાઈવે નંબર ૫૬ ઉપર પડેલા ખાડા પૂરવા માટે હાઈવે વિભાગના તંત્રને રસ નથી જેના કારણે ધરમપુર નાનાપોઢા માર્ગ ઉપર બારોલીયા થી કાકડકુવા  ફૂલવાડી સુધી પડેલા રોડ ઉપરના મસમોટા ખાડા ને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક સમયે બારોલીયા એ માજી ધારાસભ્યશ્રી ગામ ગણવામાં આવતું હતું પરંતુ આજે આ ગામની રીતસર અવહેલના કરવામાં આવી રહી છે તો સાથે સાથે ધરમપુર અને તેની આસપાસના આવેલા રાજકીય અગ્રણીઓ નું અધિકારીઓ સામે કંઇ ઉપજતું નથી એવું જણાઈ આવે છે જેના કારણે ચોમાસા દરમિયાન પડેલા ખાણાં હજુ સુધી પૂરવામાં આવ્યા નથી આ માર્ગનો ઉપયોગ વાપી કે નાનાપુરા સુધી જવા માટે કેબિનેટ મંત્રી અને ધરમપુરના ધારાસભ્ય તેમજ સાંસદ શ્રી પણ કરી રહ્યા છે પરંતુ તેમને પાંચ કિલોમીટર સુધી રસ્તામાં પડેલા ખાડાઓ ઉડીને આંખે નયન પટલ ઉપર અંકિત થતાં નથી જેના કારણે અહીંથી પસાર થનારા લોકો હવે રાજકીય અગ્રણીઓની પણ મનોમન અપશબ્દો કહેતા પણ ખચકાતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here