વડોદરા: બરાનપુરામાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી રસ્તો બનાવતા રાજ કન્સ્ટ્રક્શનની નોટિસ

On: March 21, 2022 11:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 21 માર્ચ 

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં હલકી કક્ષાનો રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે નાયબ કાર્યપાલક ઇજનેરએ માત્ર ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ રસ્તો બનાવવા નોટિસ પાઠવી સંતોષ માન્યો છે. માજી કોર્પોરેટરની સમયસૂચકતાના પગલે કોન્ટ્રાક્ટરનું ભોપાળું બહાર આવ્યું છે. તંત્રએ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાના સ્થાને નોટિસ પાઠવી સંતોષ માનતા ચર્ચાનો વિષય બન્યો છે.

માજી કોર્પોરેટર વિજય પવારે બરાનપુરા વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલા રસ્તાના કાર્પેટની ગુણવત્તાની તપાસ કરવા ઉત્તર ઝોન કાર્યપાલકને પત્ર થકી સૂચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ઇલેક્શન વોર્ડ નંબર 14 અને વહીવટી વોર્ડ નંબર 5 માં સમાવિષ્ટ બરાનપુરા વિસ્તારમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. જેમાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ રસ્તો એક જ વર્ષમાં ખરાબ થઈ જાય તેવી શક્યતા છે. પરિણામે સરકારની પણ છબી ખરડાશે. રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો માંગ ઉઠી છે. જેથી તાત્કાલિક વિજિલન્સ તપાસ મૂકી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવો જોઈએ. નહીં તો આ રસ્તાની થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરી રીપોર્ટ મોકલવા મજબૂર થવું પડશે. દરમ્યાન વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ નંબર પાંચ નાયબ કાર્યપાલક ઇજનેરએ રાજ કન્સ્ટ્રકશનને કામગીરી બાબતે નોટિસ પાઠવી જણાવ્યું છે કે, શિવાજી ચોકથી શહીદ ચોક થઈ ચોખંડી ચાર રસ્તા સુધી રસ્તાના કારપેટનો વર્ક ઓર્ડર આપ્યો હતો. જે કામગીરી પૂર્ણ થયા બાદ રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન શહીદ ચોકથી ચોખંડી ચાર રસ્તા તરફના રસ્તા ઉપર સરફેસ પરથી કપચી ઉખડી ગઈ હોવાનું જણાય આવ્યું છે. તેમજ સરફેસ પણ રફ હોવાનું બહાર આવ્યું છે. જેથી ટેન્ડરના સ્પેસિફિકેશન  મુજબ સરફેસની કામગીરી કરવી કરવી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!