જામનગર શહેરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વોર્ડ નંબર -2ના કોર્પોરેટર દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ

On: March 21, 2022 10:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 21 માર્ચ 2022 

જામનગર શહેરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વોર્ડ નંબર -2ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત પાંચમા વર્ષે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતના આગેવાનોની હાજરીમાં નગરજનોને વિનામૂલ્યે પક્ષીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં આજે રવિવારે 20 માર્ચ અને વિશ્વ ચકલી દિવસ નિમિતે છેલ્લા પાંચ વર્ષથી શહેરીજનો ને વિનામૂલ્યે ચકલીના માળા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે, તે માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે. જેમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને મહાનગરપાલિકા માંથી મળતા કોર્પોરેટર ના ભથ્થાની રકમ માંથી અત્યાર સુધીમાં 25,000થી વધુ માળા અને બાઉલનું વિતરણ કરાયું હતું.

જેના અનુસંધાને સતત છઠા વર્ષે શહેરના અલગ અલગ ચાર સ્થળો પર શહેર ની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે 10,000 માળા અને પાણીના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સાત રસ્તા સર્કલ, બર્ડ હોસ્પિટલ પાસે સવારે 10 વાગ્યાથી ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા અન્ય મહાનુભાવોના હસ્તે કુંડા અને માળા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!