[ad_1]

– હોળીના દિવસે થયેલા ઝઘડાની અદાવતમાં તુલસીપુરા ગામમાં મામલો બીચક્યો
વડોદરા તા.20
સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચ મહેશ બાબુભાઈ તળાવીયા ધુળેટીના દિવસે રાત્રે તેમના કુટુંબી ભાઈ નવીનભાઈના ઘેર બેઠા હતા ત્યારે ગામમાં રહેતા સંદીપ રોહિતભાઈ તળાવીયાએ ફોન કરી સરપંચને જણાવેલ કે મારા મિત્રોને તે હોળીના દિવસે જેલમાં કેમ પુરાવ્યો હતો તેમની ઉપર બળાત્કારનો કેસ કેમ લખાવે છે આ વખતે સરપંચે જણાવેલ કે આવો કોઈ કેસ લખાવ્યો નથી માત્ર ઝઘડાની અરજી આપી છે અને મેં પણ બંગડીઓ પહેરી નથી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ તેમ જણાવતા સંદીપે સરપંચને ધમકી આપી હતી કે તું મારી વિરુદ્ધ ફરિયાદ કર મને એક મહિનો બે અથવા ત્રણ મહિના જેલમાં રાખશે અને હું જેલમાંથી છૂટીને આવીશ ત્યારે તારું મર્ડર કરી દઈશ મારી આગળ-પાછળ કોઈ નથી તેમ કહી ધમકી આપી હતી.
[ad_2]
Source link






