[ad_1]

– કોસંબાના
બે ડોકટરની બેદરકારી, જઠરમાં 300 એમએમનું કાણું પડી ગયું પણ પથરી દુર થઇ
નહી
સુરત
પિત્તાશયમાં
પથરીના નિદાન બાદ કરાવેલા ત્રણ ઓપરેશન બાદ પણ પથરી દુર નહી થતા થયેલી ફરિયાદ બાદ
ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચોધરી અને સભ્ય પૂવીબેને બે
ડોકટરોએ બેદરકારી દાખવી હોવાનો નિર્દેશ આપી ફરિયાદીને વ્યાજ સાથે રૃા.1.30 લાખ ચૂકવવા હુકમ
કર્યો છે.
સુરત જિલ્લાના
કોંસબા તરસાડીના હલીમાબીબી ગુલામનબી મલેેકને કોંસબામાં મોટા મંદિર પાસેની આરામ હોસ્પિટલના
તબીબ ડૉ.જીતેન્દ્રસિંહ રાણાએ સોનોગ્રાફી કરી પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન કર્યું
હતું. આ ડોકટર અને સુરતના ડો.ચિરાગ શાહ બંનેએ ત્યારબાદ ઓપરેશન કર્યું હતું પણ તકલીફ
ઘટવાને બદલે વધી હતી. પેટમાં બેથી ત્રણ લિટર પાણી હોવાથી બીજું ઓપરેશન કર્યા બાદ પણ
હાલતમાં સુધારો નહી થતા બંને ડોકટરે ત્રીજા ડોકટરને બોલાવી ત્રીજું ઓપરેશન કર્યું હતું.
પણ
ત્યારબાદ પણ તબિયત સુધરી નહોતી. જેથી અન્ય ડોકટર પાસે ફરિયાદીએ સોનોગ્રાફી કરાવતા
જઠરના ભાગમાં ૩૦ એમએમનું કાણું પડી ગયાનું નિદાન થયું હતું. અને રિપોર્ટમાં પથરી
પણ હોવાનો ઉલ્લેખ હતો. જેથી અન્ય હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ફરિયાદીએ શ્રેયશ દેસાઇ મારફત ગ્રાહક
કોર્ટમાં ડોકટરો સામે ફરિયાદ કરી હતી. સુનાવણી બાદ ગ્રાહક કોર્ટે બંને ડોકટરો
જીતેન્દ્રસિંહ રાણા અને ચિરાગ શાહે બેદરકારી દાખવી હોવાની હકીકતને સમર્થન મળતું
હોવાનો નિર્દેશ આપ્યો હતો. અને ફરિયાદીને રૃા.૧.૩૦ લાખનું વળતર અને સાત ટકા વ્યાજ
સહિત ખર્ચ તેમજ વળતરના બીજા પાંચ હજાર રૃપિયા ચુકવી આપવા હુકમ કર્યો હતો.
[ad_2]
Source link






