જામનગરના વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં દંપતીની અટકાયત: અન્ય ત્રણની શોધખોળ

On: March 5, 2022 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા 3 માર્ચ ,2022

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક ભારતવાસ વિસ્તારના ગઇરાત્રે એક વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં એક દંપતી સહિત પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયા પછી પોલીસ દ્વારા આરોપી દંપતીની અટકાયત કરી લેવાઇ છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવાઈ રહી છે.

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક મઠફળી વિસ્તારમાં રહેતા અને હાલ કચ્છ ભુજ સ્થાયી થયેલા મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય નામના યુવાનને ગઇરાત્રે ધોકા પાઈપ જેવા હથિયારો વડે નિર્મમ હત્યા નીપજાવાઈ હતી, અને મૃતદેહને ભારતવાસ નજીક ફેંકી દેવાયો હતો. જે હત્યા નિપજાવવામાં અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકરણની તપાસ સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.જે.જલુ દ્વારા હાથ ધરવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ હત્યા ના પ્રકરણમાં સંડોવાયેલા દંપતિ જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદીયાણી અને તેણીના પતિ નરેશ બદીયાણીની અટકાયત કરી લેવામાં આવી છે, અને બંનેને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જઈ પૂછપરછ શરૂ કરાઇ છે. તેમજ તેઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન દંપતી અને મૃતક યુવાન જેઓ કચ્છ ભુજ થી જામનગર સાથે જ આવ્યા હોવાનું અને જામનગર પહોંચ્યા પછી ભારતવાસ વિસ્તાર દંપતિ ની સાથે તેના પુત્ર સહિતના કુલ પાંચ શખ્સોએ લોખંડના પાઇપ-ધોકા જેવા હથિયારો વડે આડેધડ ઘા ઝીંકી દઈ માર્ગ પર ફેકી દીધો હોવાનું કબૂલ્યું હતું. જેનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ દ્વારા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!