[ad_1]
પાલનપુર તા.4
ભરૃચના સાંસદે ખનીજ ચોરી મામલે જાહેરમાં મામલતદારને ગાળો
બોલી અપમાનિત કરતા વિવાદ સર્જાયો છે. જેમાં રાજ્યમાં મહેસુલી કર્મચારી મહા મંડળ
દ્વારા સાંસદને માફી માંગવાની માંગ સાથે આંદોલન શરૃ કર્યું છે. જેના ભાગ રૃપે
બનાસકાંઠાના મહેસુલીકર્મીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જઇને વિરોધ દર્શાવ્યો હતો.
ભરૃચ ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈ સતત
વિવાદોમાં સપડાઈ રહ્યા છે.ત્યારે તાજેતરમાં ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો મામલે મામલતદાર કક્ષાના
અધિકારીને જાહેરમાં બિભત્સ ગાળો બોલી અપમાનિત કરતાં તેના રાજ્યના મહેસૂલ
કર્મચારીઓમાં ભારે પ્રત્યાઘાત પડયા છે.અને આકોશ સાથે સાંસદ મામલતદારની માફી
માંગવાની માંગ સાથે રાજ્યભરમાં આંદોલન શરૃ કરાયું છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં
મહેસુલ કર્મચારી મંડળ દ્વારા સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ગુરુવારે કાળી પટ્ટી સાથે
ફરજ બજાવી વિરોધ જતાવ્યા બાદ શુક્રવારે જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ એક સાથે
માસ સીએલ પર ઉતરી જઈ સાંસદ મનસુખ વસાવાની વાણી વિલાસનો વિરોધ નોંધાવ્યો હતો.
[ad_2]
Source link






