[ad_1]

વડોદરા, તા. 04 માર્ચ, 2022
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર જે ગાયકવાડી જમાના નો એતિહાસીક વિસ્તાર છે તેમાં વરસાદી પાણીના નિકાલ ને ધ્યાનમાં રાખી સુરસાગર તળાવ અને એ તળાવ ભરાય ત્યારે તેનું પાણી વરસાદી કાંસ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ઠલવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે વરસાદી કાંસ આજે ગંદકીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે તે અંગે કોંગ્રેસના કોર્પોરેટર એ રાજલ સ્થળ પર મુલાકાત લીધા બાદ વહીવટી તંત્ર ના કાન આમળ્યા છે. અને વરસાદી કાંસની સફાઈ કરવા માંગણી કરી છે
વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટે ગાયકવાડી જમાનામાં પાક્કો વરસાદી કાંસ બનાવવામાં આવ્યો હતો અને તે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે થઇ શકે તેઓ આશરે હતો પરંતુ આ વરસાદી કાંસ ખુલ્લો હોવાને કારણે હવે ગંદકી નું કેન્દ્ર બન્યો છે. આ અંગે સ્થળ પર મુલાકાત લીધા બાદ કોર્પોરેટરના બાલું સુર્વે એ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા સફાઈ કરવામાં ન આવતા જાડી જાખરા ઉગી નીકળવાની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તદુપરાંત ગંદકીના પગલે આસપાસના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.
[ad_2]
Source link






