વડના વૃક્ષોનું 75 જગ્યાએ વાવેતર કરી 'નમો વડ વન'નું નિર્માણ કરાશે

On: March 4, 2022 2:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

લુપ્ત થતાં પ્રાણીઓ જેવા કે કોરલ રીફ, ડોલ્ફિન, ડુગોંગ તેમજ વરૂનું સંરક્ષણ કરાશે

ગાંધીનગર :  રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ માટે 1822 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.

* વનો તેમજ ઘાસિયા વિસ્તારોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે 480 કરોડ.

* વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે 325 કરોડ.

* વન્યપ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે 324 કરોડ.

* વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે 152 કરોડ.  

* વન ચેતના કેન્દ્ર, નવા ઘાસ ગોડાઉન અને ઔષધીય વનના કામો માટે 19 કરોડ.

* આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું 75 સ્થળોએ વાવેતર કરી 75 નમો વડ વનનું નિર્માણ કરવામાં આવશે.

* તીથલ-વલસાડ, માંડવી-કચ્છ, માધવપુર-પોરબંદર અને અહેમદપુર માંડવી-ગીરસોમનાથ ખાતે બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ માટે 8 કરોડ.

* બામ્બુ મિશન યોજના હેઠળ આર્થિક મહત્વ ધરાવતા વાંસનું 5891 હેક્ટરમાં વાવેતર કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા 20 કરોડ.

* લુપ્ત થતાં તેમજ દુર્લભ પ્રાણીઓ જેવા કે કોરલ રીફ, ડોલ્ફિન, ડુગોંગ તેમજ વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે 1 કરોડ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!