Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સ્મશાનમાં ગયા બાદ પણ શાંતિ નથી,અમદાવાદના સ્મશાનમાં કામ કરતી બે સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત

On: February 27, 2022 4:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શનિવાર,26 ફેબ્રુ,2022

એમ કહેવામાં આવે છે કે,માનવી અંતિમ શ્વાસ લે પછી સ્મશાનમાં ગયા બાદ શાંતિ મળતી હોય
છે.પરંતુ અમદાવાદના સ્મશાનમાં ગયા બાદ પણ શાંતિ નથી.આ બાબતનો અનુભવ થયા બાદ હવે
મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ સ્મશાનમાં સ્મશાન અંગેની કામગીરી
કરતી બે સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવા સોમવારે મળનારી હેલ્થ અને સોલિડ વેસ્ટ
મેનેજમેન્ટ કમિટીની બેઠકમાદરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ જન્મ-મરણ વિભાગ
તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહો ખાતે મૃતદેહની અંતિમ વિધિ માટે
સુકા જલાઉ લાકડા પુરા પાડવાની તથા મૃતદેહોના દફન વિધિ માટે ખાડા ખોદી આપવાની
કામગીરી માટે સમભાવ સેવા સંઘ અને જયશ્રીકૃષ્ણ સેવા સંઘ નામની અમદાવાદની બે
સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી હતી.આ સંસ્થાઓ ટેન્ડરની શરતો વિરૃધ્ધ તથા અમદાવાદ
મ્યુનિ.અને જાહેર જનતા હીતવિરૃધ્ધની કામગીરી કરતી હોવાનું જણાઈ આવેલ છે.આ સંસ્થાઓ
વિરૃધ્ધ અનેક નાની-મોટી ફરિયાદો તંત્રને મળતા તંત્ર તરફથી નોટિસ પણ આપવામાં આવી
હતી.

નોટિસ બાદ આ સંસ્થાઓ તરફથી કરવામાં આવેલા ખુલાસા પણ નોટિસ
અને ફરિયાદના સંલગ્નમાં યોગ્ય જણાયા નથી.આ પ્રકારની કામગીરીથી મ્યુનિ.ના સ્મશાન
વિભાગની છબી જાહેર જનતામાં ખરાબ થઈ હોવાનું મ્યુનિ.તંત્રનું માનવુ છે.ઉપરાંત સદર
સંસ્થાના સંચાલક મ્યુનિ.તંત્રની કામગીરીમાં વિક્ષેપ કરતા હોવાનો પણ દરખાસ્તમાં
ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ સમભાવ સેવા સંઘ
,અમદાવાદ અને
જયશ્રીકૃષ્ણ સેવાસંઘ સામે નિયમ અનુસાર આગળ કાયદેસરની કાર્યવાહીકરી ચાલુ કોન્ટ્રાકટ
રદ કરી બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મેળવી આપવા સોમવારે મળનારી
હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!