[ad_1]

– જામનગરનો નામચીન તસ્કર બારીમાં હાથ નાખી રોકડ ઉઠાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ
જામનગર તા. 26
જામનગરમાં લિંડીબજાર વિસ્તારમાં રહેતા અને એસ.બી.આઈ.મા કારકુન તરીકે ફરજ બજાવતા એક બેંક કર્મચારીએ પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૬૬ હજારની રોકડ રકમની ચોરી થઇ ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જેમાં શકદાર તરીકે તેજ વિસ્તારમાં રહેતા એક નામચીન તસ્કર નું નામ આપ્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લિંડી બજાર મદીના મસ્જિદ વાળી શેરીમાં રહેતા અને એસબીઆઈ માં કારકુન તરીકે ફરજ બજાવતા મહંમદ સલીમ અબ્દુલ સત્તાર મેમણે જામનગરના સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ગત 8મી ફેબ્રુઆરી ના દિવસે પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 66 હજારની રોકડ રકમની ચોરી થઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 8મી ફેબ્રુઆરી ના દિવસે પોતાના રહેણાંક મકાનમાં ટેબલ ઉપર રૂપિયા 66 હજારની રોકડ રકમ રાખી હતી, તે રકમ કોઈ શખ્સે બારીના હાથ નાખીને ઉઠાવી ગયો હોવાનું જણાવાયું હતું, જેમાં નજીકના વિસ્તારમાંજ રહેતો અને અનેક ચોરીઓમાં સંડોવાયેલો એજાજ ઉર્ફે એઝલો ચોરી કરી ગયો હોવાની શંકા દર્શાવી પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરીને એઝાઝ ઉર્ફે એઝલા ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
[ad_2]
Source link






