Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સરદારનગર વોર્ડમાં ગટરોના પાણી રોડ પર નદીની જેમ વહ્યા !

On: February 26, 2022 6:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર

સરદારનગર વોર્ડમાં હોટલ તાજ પાછળ આવેલી સોસાયટીના ડ્રેનેજ જોડાણો કપાતા આ રહેણાંક વિસ્તારના રોડ પર ગટરના પાણી આજે શુક્રવારે પણ નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા. લીલામણી સોસાયટી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગટરો ઉછાળા મારતી ઉભરાઇ હતી. ગંદા પાણી  દુર્ગંધ મારતા સળસળાટ રોડ પર વહેતા રહ્યા હતા. જેને લઇને લોકો માટે અવર-જવર કરવી પણ મુશ્કેલ બની ગયું હતું.

સાબરમતી નદીમાં ડ્રેનેજના ગંદા પાણી ઠાલવતી સોસાયટીઓ સામે મ્યુનિ.કોર્પોરેશને પગલા લેવાનું શરૂ કર્યું છે. સાબરમતી નદી સુધી જતા ડ્રેનેજ જોડાણો કાપી નંખાતા હવે સ્થિતિ એ સર્જાઇ છેકે ગટરોના પાણી બેક મારીને ઘરઆંગણે ઉભરાઇ રહ્યા છે.

પુરજોશમાં રોડ પર વહી રહ્યા છે. જેના કારણે લોકો માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરના પાણીના કારણે રાહદારીઓ તો રોડ પરથી અવર-જવર કરી શકે તેવી સ્થિતિ પણ રહી નથી. હાલમાં આ રહીશો હાલાકીમાં મુકાયા છે. કોર્પોરેશને ખાળકુવાનો વિકલ્પ સુચવ્યો છે. 

પરંતુ નવાઇની વાત એછેકે મોટાભાગની સોસાયટીઓમાં ખાળકુવા પણ નથી. અને જે છે તે પૂનઃસક્રિય કરવા માટે મોટી કવાયત હાથ ધરવી પડે તેમ છે. વૈકલ્પિક વ્યવસ્થા થશે ત્યારે થશે પરંતુ હાલમાં ગટરોના પાણી ઘરઆંગણે ફરી વળ્યા છે તેનું શું? તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ગટર લાઇનની પુરતી વ્યવસ્થા વગર બારોબાર સોસાયટીઓનો ઉપયોગ શરૂ થવો, નદીમાં ગટરના પાણી આજદીન સુધી ઠાલવીને નદીને પ્રદુષિત કરવી, હવે પ્રદુષણના મૃદ્દે જ્યારે ડ્રેનેજ જોડાણો કપાયા છે ત્યારે ઘર આંગણાના પ્રદુષણનો પ્રશ્ન સર્જાયો છે. રોગચાળો ફેલાય , લોકો નર્કાગારમાં જીવવા મજબૂર બને તે પહેલા આ સમસ્યાનો લોકોએ અને તંત્રએ સાથે મળીને ઉકેલ લાવવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!