વિજયનગર તાલુકામાં ઉનાળા પૂર્વે જ 26 તળાવના તળિયા દેખાયા

On: February 23, 2022 2:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિજયનગર, તા.22

 વિજયનગર તાલુકામાં
વીતેલા ચોમાસામાં જિલ્લામાં સૌથી વધુ ૨૯.૮૮ ટકા વરસાદ થવા છતાં આજે હજુ ઉનાળો બેસે
તે પહેલાં જ તાલુકામાં ૨૬ તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે. આ તળાવોમાં આજે હજુ
શિયાળો વિદાય લે એ પહેલાં  ટીપુંય પાણી
નથી.

વિજયનગર પાસેના વણજ-હરણાવ ડેમની સપાટી ઘટીને બે  ૩૮ ટકા પાણી જ માંડ છે. દર વર્ષની જેમ વીતેલા
વર્ષમાં ઉપરવાસમાં ઘણો જ ઓછો વરસાદ હોવાથી ડેમ છલોછલ નહિ ભરાતા માત્ર માંડ શિયાળુ
સિઝન માટે પહોંચે તેટલું જ પાણી બચ્યું છે.

આગામી ઉનાળામાં સિંચાઇ માટે વણજ ડેમના ય પાણી મળી શકે તેવી
શકયતા નથી.જેને લઈ ઉનાળુ સીઝનમાં પશુઓને જીવાડવા ઘાસચારો કઈ રીતે કરવો અને દુધાળા
પશુઓ સહિત મુંગા જીવોને  જીવાડવા કેટલેક
ઠેકાણે તો અત્યારથી જ લીલા વૃક્ષોનો પાલો તોડી લાવવા પશુપાલકો મજબુર બન્યા છે.

  તાલુકામાં આવેલા
પંચાયત વિભાગ હેઠળના ૩૧ તળાવો છે જે પૈકી 
વિજયનગર
, નેલાઉ,સરસવ, કાળી બેડી
અને ગાડી ગામોના તળાવોમાં હજુ થોડાં પંદર દિવસ કે મહિનો ચાલે એટલા પાણી છે પરંતુ
બાકીનાં ૨૬ તળાવો સાવ સુક્કાભઠ્ઠ હોવાથી  આ
તળાવોથી રિચાર્જ થતા આસપાસના કુવા-બોર માટે ય ઉનાળુ ચાલે એટલા પાણી નથી તેથી
પીવાના પાણીની પણ વિકટ સમસ્યાના એધાણ વર્તાઇ રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!