[ad_1]

રાજકોટ, તા. 18 ફેબ્રુઆરી 2022 શુક્રવાર
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ભૂમાફિયાના હાથે કારખાનેદારની હત્યા કરાઈ છે. જોકે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.
ઘટના અનુસાર ભૂમાફિયાઓ યુનિવર્સિટી રોડ પર મકાન ઓછી કિંમતે વહેંચી દેવા દબાણ કરતા હતા. બે દિવસ પૂર્વે હુમલામાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં કારખાનેદારને હોસ્પિટલ ખસેડાયા હતા.રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન અવિનાશ ધુલેસિયાનું મોત નીપજ્યુ.
સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માગ કરવામાં આવી હતી. જમીન ખાલી કરાવવા માટે પોલીસ કમિશ્નર અને ક્રાઇમ બ્રાન્ચ સામે આક્ષેપ થયા હતાં. ગુરુવારે ક્રાઇમ બ્રાંચમાં પી આઈ ની બદલી થઈ હતી તેમ છતાં હજી વિવાદ શમતો નથી. ગુનેગારોને કોઈ ડર નથી.
[ad_2]
Source link






