મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી દાહોદ ગેંગના ત્રણ ઝડપાયા : પાંચ વોન્ટેડ

On: February 18, 2022 1:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.17

મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીના ઉપરાછાપરી બનતા બનાવોએ
પોલીસ તંત્રની સાથે લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. ઘરફોડ ચોરીના આરોપીઓએ પોલીસની સબ
સલામતની આલબેલનો ધજાગરો કરતાં રહી એક પછી એક આઠેક ઘરફોડ ચોરીને અંજામ આપતાં રહ્યાં
હતા. તસ્કર ટોળકીને પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ 
ઘરફોડ ચોરીનો કસબ અજમાવીને ફરાર થઈ જતાં ગુનેગારોને પકડવા માટે પોલીસને
પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. દરમિયાનમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે
પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વબાતમીના આધારે 
દાહોદ ગેંગના ત્રણ લબરમૂછિયા શખ્સોને શહેરના સીમાડા પરના રામપુરા રોડ
, લાખવડ પીકઅપ
સ્ટેન્ડ પાસેથી દબોચી લઈ પૂછતાછ કરતાં ત્રણે શખ્સે ઘરફોડ ચોરીના ગુનામાં અન્ય ચાર
શખ્સોની સંડોવણીહોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓના કબજામાંથી રૃ.૩.૭૮ લાખના
સોના-ચાંદીના ઘરેણાં
, ટેબ્લેટ
સહિતનો મુદ્દમાલ કબજે લીધો હતો. એલસીબીએ ચોરાઉ 
માલમતા અને આરોપીઓ સ્થાનિક બી ડિવિઝન પોલીસને આગળની તપાસ માટે સોંપી દીધાં
હતા. પોલીસે ફરાર ચાર શખ્સોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસને પૂછતાછમાં
આરોપીઓએ આઠ ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.

મહેસાણા શહેર અને જિલ્લાભરમાં ઘરફોડ ચોરીઓના બનાવોએ માઝા
મુકી હતી. આરોપીઓ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપીને પોબારા ભણી જતાં હતા.
દરમિયાનમાં ઘરફોડ ચોરીના ગુનામાં દાહોદ ગેંગના ત્રણ શખ્સને એલસીબીએ દબોચી લીધાં
હોવાની માહિતી આપતાં સિટી ડીવાયએસપીએ કહ્યું હતું કે
, શંકાસ્પદ શખ્સો
વાહનની રાહ જોઈને રામપુરા નજીક બેઠા હોવાની પૂર્વબાતમીના આધારે લોકલ ક્રાઈમ
બ્રાન્ચના પીઆઈ.એ.એમ.વાળા સહિતના સ્ટાફે મહેસાણાના રામપુરા તરફના રોડ પર લાખવડ
પીકઅપ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ જણાતાં પપ્પુ મનુભાઈ ચૌહાણ (ઉવ.૨૨) રહે. વરમખેડા
, ડુંગળી ફળીયું,તા.જિ.દાહોદ), વિક્રમ ઉર્ફે
વિકુ માનસીંગ ભાભોર (ઉવ.૨૦) રહે.વડવા
,
મોરીલા ટેકરા, તા.ગરબાડા, જિ.દાહોદ), વિનુ નવલસીંગ
ભાભોર (ઉવ.૨૩) રહે.વડવા
, નિશાળ
ફળીયું
, તા.ગરબાડા)ને
ઝડપી લઈ તેમની પાસેના સોના-ચાંદીના દાગીનાની પૂછતાછ કરતાં સંતોષકારક જવાબ નહીં
આપતાં તમામની ધરપકડ કરી હતી. પોલીસની પૂછતાછમાં અન્ય ચાર શખ્સો સંડોવાયા હોવાની
કબૂલાત આપી હતી.

વધુમાં  ડીવાયએસપી
દેસાઈએ જણાવ્યું હતુ કે
, મહેસાણા
જિલ્લામાં ઘરફોડ ચોરીના ૧૧ જેટલા ગુના મહેસાણા શહેર બી ડિવિઝિન
, મહેસાણા તાલુકા
પોલીસમથક
, કડી, વિસનગર વગેરે
પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. જે ગુનામાં એલસીબીએ દાહોદ ગેંગના ત્રણ શખ્સને ઝડપી
લીધાં હતા. આ આરોપીઓએ જિલ્લાની ૮ ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત આપી હતી. પોલીસે
આરોપીઓના કબજામાંથી રૃ.૩
,૭૮,૪૩૬ ના
સોના-ચાંદીના દાગીના
, ટેબ્લેટ
સહિતની માલમતા કબજે લીધી હતી. આરોપીઓએ પંદરેક દિવસ અગાઉ મહેસાણાની શંખેશ્વર
પાર્શ્વનાથ સોસાયટી
, નાગલપુર
વિસ્તારમાં બંધ મકાનમાં અને શહેરના રાધનપુર રોડ
, અગત્સ સોસાયટીમાં 
તેમજ સ્થાનિક સાંઈવિલા સોસાયટી
,
ટી.બી.રોડ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરવાની કોશિશ કરી હોવાની કેફીયત આપી
હતી. આમ
, જિલ્લામાં
જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ૧૧ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો
છે.જેમાં મહેસાણા જિલ્લાની ૧૧ પૈકીની આઠ ઘરફોડ ચોરીમાં પચાસ ટકા જેટલો
સોના-ચાંદીનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો જ્યારે જ્યારે ત્રણ સ્થળે આરોપીઓએ ચોરીનો
પ્રયાસ કર્યો હતો.

ગુનાને અંજામ આપતા પૂર્વે આરોપીઓ રેકી કરતા હતા

ડીવાયએસપી આર.આઈ.દેસાઈએ જણાવ્યું કે, ઘરફોડ ચોરીના
ગુનાને અંજામ આપતા પૂર્વે દાહોદ ગેંગના માણસો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં
મજૂરીકામ
, ફેરી કરી
શહેરની સોસાયટીઓમાં ફરી બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપવાની મોડસ
ઓપરેન્ડી આરોપીઓની હતી.

પોલીસ પિંજરે પુરાયેલા આરોપી

સુનીલ ઉર્ફે સોનીયો જોરસીંગ બારીયા, મુન્નો જોરસીંગ બારીયા, હિતેશ કાજુભાઈ ભાભોર, રાકેશ છગનભાઈ ભાભોર
(રહે.તમામ વડવા
, નિશાળ ફળીયું, તા.ગરબાડા, જિ.દાહોદ)

વોન્ટેડ આરોપીઓ

–  સુનીલ ઉર્ફે સોનીયો જોરસીંગ બારીયા

મુન્નો
જોરસીંગ બારીયા

હિતેશ
કાજુભાઈ ભાભોર

રાકેશ
છગનભાઈ ભાભોર (રહે.તમામ વડવા
,
નિશાળ ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!