૫,૦૦૦ વર્ષ જૂની ધરોહરના પ્રવાસન માટે માળખાગત વિકાસ કાર્યો હાથ ધરાશે

On: February 14, 2022 1:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, રવિવાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સૃથાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત  ધરાવતા  ધોળાવીરાની રવિવારે મુખ્ય સચિવ પંકજકુમાર સાથે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી આજે સવારે  કચ્છના ધોળાવીરા પહોંચ્યા હતા.  મુખ્યમંત્રીએ ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે, જળ સંચય માટે ની જે વ્યવસૃથાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અિધકારીઓ પાસેાથી મેળવી હતી.

તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય  વસ્તુઓ ની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ અહી વસતા જાણકારો સાથે પણ વાતચીત કરી હતી.

 ભૂપેન્દ્ર પટેલે વિઝીટ બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કહ્યું કે વડાપ્રાધાનના પ્રયાસોની સફળતાને પરિણામે હવે આ સૃથળને  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સૃથાન મળતા  વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું  મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકુલ  વિવિાધ વિકાસ  કામોનું આયોજન હાથ ધર્યું છે.

મુખ્યમંત્રીને ધોળાવીરાની ૫૦૦૦ વર્ષ જુની આ ધરોહરની વિશેષતાઓ અને હજુ સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તેમજ પ્રવાસીઓને મળી રહેલી માહિતી સહિતની સમગ્રતયા વિગતો પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના પૂર્વ નિયામક યદુવીરસિંહ રાવતે આપી હતી.  આ વેળાએ પદાિધકારીઓ-અિધકારીઓ સહિતનાઓ સાથે રહ્યા હતા.

મુખ્યમંત્રી બીએસએફની બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ રવિવારે કચ્છના ધોળાવીરાની તેમની મુલાકાત બાદ કચ્છની સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ- ૫૬ બી.એ.પી, બી.એસ.એફ.ના જવાનો અને  અિધકારીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તાથા દેશની સુરક્ષા માટેની આ જવાનોની દેશ સેવા ભાવના અને કર્તવ્ય પરાયણતાની સરાહના કરી હતી. 

માંડવી ખાતે સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લેતા રાજ્યપાલ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રખર રાષ્ટ્રપ્રેમી અને ક્રાંતિગુરૃ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના વતન માંડવીમાં નિર્માણ પામેલ  શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે રાજ્યપાલએ ક્રાંતિગુરૃ શ્યામજી કૃષ્ણ વર્માના જીવનક્વનને દર્શાવતી તસ્વીરો નિહાળી હતી. રાજ્યપાલની સાથે લેડી ગવર્નર  દર્શનાદેવી ઉપસિૃથત રહ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માના ઇગ્લેન્ડ સિૃથત ઈન્ડીયા હાઉસની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. તેમજ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોની યાદમાં બનાવવામાં આવેલી ગેલેરીની મુલાકાત લીધી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!