[ad_1]
અમદાવાદ,શુક્રવાર,11 ફેબ્રુ,2022
શહેરના બિસ્માર રોડ
રીસરફેસ કરવા પુરતુ ભંડોળ ના હોવાનું મ્યુનિ.તંત્ર દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં
આવ્યુ છે.શુક્રવારે રોડ કમિટીમાં અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુ ભાવથી રોડના કામ આપવાની
દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે રોડ કમિટીમાં મંજુરી
માટે મુકવામાં આવેલી દરખાસ્ત મામલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિ.તિજોરી
ખાલી છે.કોન્ટ્રાકટરોએ કરેલા કામ પેટે કરોડો રૃપિયાના બીલના પેમેન્ટ કરી શકાતા
નથી.આ પરિસ્થિતિમાં જોધપુર વોર્ડમાં જુદા-જુદા ટી.પી.રસ્તા રીસરફેસ
કરવા નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુના ભાવથી કામ સોંપવામાં
આવે છે.ઉપરાંત બીટુમીનના ભાવમાં વધારો ચુકવવાની કોન્ટ્રાકટરની શરત પણ શાસકો દ્વારા
મંજુર કરવામાં આવે છે.ચાંદલોડિયા વોર્ડમાં ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જ સહિતના કામો
અંદાજીત ભાવથી ૩૦ ટકા ઓછી રકમમાં આપવામાં આવે છે.આટલા ઓછા ભાવથી આપવામાં આવેલા
કામોની ગુણવત્તા કેવી હશે એ સવાલ છે.રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈને પુછતા
તેમણે કહ્યુ,રોડ
કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી તમામ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.
[ad_2]
Source link






