સુરત: સમિતિમાં ગણવેશ અપાયા હોવા છતાં ધાર્મિક ઓળખનો પહેરવેશ પહેરતાં હોવાની ગંભીર ફરિયાદ

On: February 8, 2022 12:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ફરિયાદ બાદ સમિતિના શિક્ષક, વિદ્યાર્થીઓ કર્મચારી  સમિતિએ આપેલા ગણવેશ પહેરશે કે ધાર્મિક ઓળખ ઉભી થાય તેવો જ પહેરવેશ પહેરશે

સુરત, તા. 08 ફેબ્રુઆરી 2022 રવિવાર 

કર્ણાટકના હિજાબ જેવો જ વિવાદ હવે સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉભો થાય તેવી શક્યતા છે. સુરત મહાનગપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી, શિક્ષક, પટાવાળા અને સ્ટાફને ગણવેશ આપવામાં આવ્યા હોવા છતાં સમિતિની સ્કુલ અને કચેરીમાં કેટલાક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પટાવાળા ધાર્મિક ઓળખ થાય પહેરવેશ સાથે શાળા કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ થતાં શાસકોએ અંદરખાને તપાસ શરૃ કરી દીધી છે. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલા શિક્ષકો, નિરીક્ષકોના કારણે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે તે આગામી દિવોસમાં મોટો વિવાદ બની જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલમાં કર્માટકમાં હિજાબ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ સમિતિના કેટલાક શિક્ષકોએ સોશ્યલ મિડિયામા સમર્થન જાહેર કરી દીધું હોવાથી વિવાદ મોટો થઈ ગયો છે. સમિતિના કેટલાક શિક્ષકોના મોબાઈલમાં સ્ટેટમાં હિજાબ માય ફન્ડામેન્ટલ રાઈટ, આઈ સપોર્ટ હિજાબ એવું લખતાં વિવાદ ઉભો થયો છે.  

શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમની કેટલીક શાળામાં ઉપરાંત સમિતિમાં ફરજ બજાવતાં કેટલાક કર્મચારી, પટાવાળા અને કેટલાક લઘુમતિ શિક્ષકો પાલિકા- સમિતિએ આપેલા ગણવેશ પહેરતાં ન હોવાથી ફરિયાદ જોરશોરમા ઉટી છે. આ અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ ઉઠી હતી પરંતુ ભાજપ શાસકોએ આંખ આડા કાન કરતાં ધાર્મિક ઓળખ ઉભી થાય તેવો પહેરવેશ પહેરતાં શિક્ષક- કર્મચારીઓને ફાયદો થઈ ગયો હતો, હાલમાં કર્ણાટકના વિવાદ સાથે કેટલાક શિક્ષકોએ સમર્થન જાહેર કરતાં ફરી એક વાર સમિતિના ગણવેશનો મુદ્દો ઉભો થયો છે. 

સમિતિના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામા આવે છે તેમ છતાં કેટલાક શિક્ષકો ધાર્મિક પહેરવેશને પ્રોત્સાહન આપી રહ્યાં છે જેના કારણે  ઉર્દુ શાળામાં વિદ્યાર્થીનીઓ હિજાબ, બુરખો જેવા પહેરવેશ પહેરે છે અને કેટલાક વિદ્યાર્થીઓ ટોપી પહેરીને આવે છે. આવી જ રીતે શિક્ષકો, પટાવાળા અને કર્મચારીઓને પણ ગણવેશ આપવામા આવ્યા છે તેમ છતાં તેમ છતાં શિક્ષકાઓ બુરખો અને પુરૃષો પણ ધાર્મિક ઓળખ ઉભી થાય તેવો ગણવેશ પહેરતાં હોવાની ફરિયાદ થતાં શાસકોએ અંદરખાને તપાસ શરૃ કરી છે. 

હાલમાં શિક્ષણ સમિતિના કેટલાક શિક્ષકોએ સ્ટેટમાં હિજાબને સમર્થન કરતી પોસ્ટ મુકી હોવાથી વિવાદ ઉભો થયો છે. આ વખતે ભાજપ શાસકો શાહમૃગ નીતિ અપનાવી તૃષ્ટિકરણ કરે છે કે કોઈ પગલાં ભરે છે તે સમય જ બતાવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!