[ad_1]

જામનગર, તા. 07
જામનગર શહેર અને જિલ્લા સહિતની ખાનગી અને પ્રાથમિક સરકારી તેમજ અર્ધસરકારી શાળાઓમાં રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ આજથી શિક્ષણકાર્યનો પ્રારંભ થયો છે, અને વિદ્યાર્થીઓને સોશિયલ ડિસટન્સ જાળવીને પ્રવેશ આપી શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાથી ઓનલાઈનની સાથે ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવાયાના પગલે જે વિદ્યાર્થીઓના વાલીઓએ સહમતિ દર્શાવી છે, તેવા વિદ્યાર્થીઓને આજથી શાળામાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયું છે. અને શિક્ષણ કાર્ય ફરી શરૂ કરી દેવાયું છે.
[ad_2]
Source link






