શાકભાજી લેવા સાયકલ પર જતા યુવાનોને કારની ટક્કર ઃ ૧નું મોત

On: February 6, 2022 9:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા.6 વાઘોડિયા-વડોદરારોડ પર આજે વહેલી સવારે પૂરપાટઝડપે જતી એક કારે શાકભાજી લેવા જતા સાયકલસવારોને અડફેટમાં લેતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે ચારને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે ઉત્તરપ્રદેશના મૂળ રહીશ પરંતુ વાઘોડિયા જીઆઇડીસીમાં રહીને મજૂરીકામ કરતો હરીશરણ રાધેશ્યામ મૌર્ય તેમજ તેની સાથેના કેટલાંક લોકો વહેલી સવારે સાયકલ લઇને વાઘોડિયા જીઆઇડીસીથી આજવાચોકડી પાસેના શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે નીકળ્યા હતાં.

તેઓ આમોદર ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ નજીક પૂરઝડપે જતી એક કારે સાયકલ સવારોને અડફેટમાં લેતા પાંચ જેટલા સવારો નીચે પટકાયા હતાં. અકસ્માત બાદ કારનો ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઇજા પામેલ અશ્વિનીકુમાર પાલ(ઉ.વ.૩૦), સોનુ રામપ્રસાદ ગુપ્તા(ઉ..૨૬), રાકેશ કૈલાશ નિસાદ(ઉ.વ.૩૨), પ્રવેશકુમાર સંતલાલ હરીજન(ઉ.વ.૨૯) અને વિનયકુમાર કાંતાપ્રસાદ(ઉ.વ.૨૪)ને ગંભીર ઇજા થતા તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલમાં તબીબોએ વિનયકુમારનું  મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!