[ad_1]

અમદાવાદ,શનિવાર,5 ફેબ્રુ,2022
શહેરના સાત ઝોનમાં મિલકત વેરો ભરપાઈના કરનારા કરદાતાઓની
શનિવારે વધુ ૨૦૫ મિલકત મ્યુનિ.તંત્રે વેરા વસૂલી મામલે સીલ કરી હતી. શનિવારે ૨.૪૪
કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી.પાંચ દિવસમાં શહેરના સાત ઝોનમાં મિલકતવેરો
ભરપાઈ ના કરનારા કરદાતાઓની ૧૦૯૭ મિલકત સીલ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મહિનાના આરંભથી વેરો
ભરનારાઓને વળતર આપવાની સાથે જે કરદાતાઓ વેરો ભરતા નથી એવા કરદાતાઓની મિલકત સીલ
કરવામાં આવી રહી છે.શનિવારે મધ્ય ઝોનમાં ૪૬ મિલકત સીલ કરાઈ હતી.આ ઉપરાંત ઉત્તરઝોનમાં
૫૧ મિલકત સીલ કરવામાં આવી હતી.દક્ષિણ ઝોનમાં ૨૪, પૂર્વ ઝોનમાં ૨૫ અને પશ્ચિમ ઝોનમાં ૨૨ મિલકત તેમજ
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩૭ મિલકત સીલ કરવામાં આવી હતી.પૂર્વ ઝોનમાં ૬૨૯ અને ૨૧૪
કરદાતાઓને બાકી મિલકતવેરો ભરવા નોટિસ આપવામાં આવી હતી.
પહેલી ફેબુ્આરીથી પાંચ ફેબુ્આરી સુધીમાં મધ્ય ઝોનમાં ૨૪૦, ઉત્તર ઝોનમાં ૨૨૨, દક્ષિણ ઝોનમાં
૧૨૬, પૂર્વ
ઝોનમાં ૨૨૫, પશ્ચિમ
ઝોનમાં ૧૨૫, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં ૭૭ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૨ મિલકત વેરો ના ભરવા બદલ સીલ કરવામાં આવી
હતી.
[ad_2]
Source link






