વડોદરા: મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય જાળવણીના મુદ્દે વિવાદ: યુવક કોંગ્રેસના ધરણાં

On: January 24, 2022 10:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24

વડોદરા શહેરમાં આવેલી મહાનુભવોની પ્રતિમાઓ બિસ્માર હાલતમાં હોવાનું જણાવી વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કમિશ્નરે સમય ન ફાળવતા કોંગી કાર્યકર્તાઓએ ધરણા યોજ્યા હતા

વડોદરા શહેરમાં આવેલા મહાપુરુષોના સ્ટેચ્યુના ચિતાર સંદર્ભે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારાની આગેવાનીમાં મ્યુ.કમિશનર શાલીનીબેન અગ્રવાલને રજૂઆત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતું કે,  શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં અનેક મહાનુભાવો જેમાં દેશની આઝાદી માટે ઝઝૂમનાર સહિત સ્વાતંત્ર્ય સૈનાની તથા બલિદાન આપનાર શહીદની પ્રતિમાઓ આવેલી છે. હાલમાં આ તમામ પ્રતિમાઓની સારસંભાળ રાખવામાં ન આવતાં પ્રતિમાઓની હાલત બિસ્માર બની છે.

મહાનુભાવોની માત્ર,જન્મ જયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે જ તંત્ર દ્વારા સાફસફાઈ કરાવી પુષ્પાંજલી, શ્રદ્ધાંજલિ અર્પી ખોટી નામના અને પ્રસિદ્ધિ કેળવવા રસ હોઈ તેમ લાગી રહ્યું છે.  અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં કોર્પોરેશન દ્વારા વડોદરાના તમામ સર્કલ અને મહાનુભવોની પ્રતિમાઓનું સ્વચ્છતા  તથા રીડેવલપમેન્ટનું આયોજન કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!