Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધો.૧૨ સાયન્સમાં બોર્ડ પરીક્ષા માટે ૧.૦૬ લાખ જ ફોર્મ ભરાયા

On: January 24, 2022 3:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ સા.પ્ર. બાદ આજે ધો.૧૨ સાયન્સ માટે પણ બોર્ડ પરીક્ષાના ઓનલાઈન
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.૧૨ સાયન્સ માટે ૧.૦૬ લાખ જેટલા જેટલા ફોર્મ
ભરાયા છે.બોર્ડ પરીક્ષા માટે ગત વર્ષ કરતા આ વર્ષે ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા
છે.

ધો.૧૦ અને
ધો.૧૨ સા.પ્ર. તથા ધો.૧૨ સાયન્સની માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ
ભરવાની પ્રક્રિયા આ વર્ષે કોરોનાને લીધે ઘણી મોડી શરૃ થઈ છે.જે ૨૦ નવેમ્બરથી શરૃ
કરી દેવાઈ હતી.ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં લેટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત
પૂર્ણ થયા બાદ સાયન્સમાં પણ આજે લેટ ફી સાથેની ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ
છે.ધો.૧૦માં આ વર્ષે ૯.૭૦ લાખ જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે ધો.૧૨ સામાન્ય
પ્રવાહમાં ૪.૨૨ લાખ જેટલા ફોર્મ ભરાયા છે અને ધો.૧૨ સાયન્સમાં ૧.૦૬ લાખ જેટલા
ફોર્મ ભરાયા છે.ગત વર્ષની વાત કરીએ તો ૨૦૨૧ની માર્ચની બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦માં
સૌથી વધુ ૧૧.૮૩ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા.જેમાં નિયમીત ૮
,૫૭,૨૦૪ અને રીપિટર-ખાનગી ૩,૨૬,૫૦૫
વિદ્યાર્થી હતા.સામાન્ય પ્રવાહમાં નિયમિત ૪૦૦૧૨૭ તથા રીપીટર-ખાનગી ૧
,૩૦,૩૮૮ વિદ્યાર્થી હતા.૧૨ સાયન્સમાં ગત વર્ષે નિયમિત
અને રીપિટર સાથેના ૧.૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.

મહત્વનુંછે કે ગત વર્ષ
માસ પ્રમોશન અપાનાર હોવાથી રીપિટરોના ફોર્મ મોટી સંખ્યામાં ભરાયા હતા પરંતુ સરકારે
માત્ર નીયમિત વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યુ હતુ અને રીપિટરો-ખાનગી
વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા જુલાઈમાં લેવાઈ હતી.ગત વર્ષે માસ પ્રમોશન અપાતા એક પણ
વિદ્યાર્થી નિયમિત કેટેગરીમાં નાપાસ ન થતા ગત વર્ષના નાપાસ કે જેઓ આ વર્ષે રીપિટર
તરીકે પરીક્ષા આપે તેવા વિદ્યાર્થીઓ જ ન હોવાથી આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦
,૧૨ સા.પ્ર. અને ૧૨ સાયન્સમાં પણ
વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટતા લગભગ ૩.૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ માર્ટ ૨૦૨૨ની બોર્ડ
પરીક્ષા માટે ઘટયા છે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!