કોડિયાવાડા ગામ તરફ જતા રસ્તા પાસે સરકારી દવાઓનો જથ્થો ફેંકી દેવાયો

On: January 23, 2022 2:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિજયનગર, તા. 22

વિજયનગરના કોડિયાવાડા તરફ 
જતા રસ્તા પાસે હેર માતા મંદિર નજીકના વળાંકમાં સરકારી દવાઓનો મોટો જથ્થો
ફેંકી દેવાતા લોકોમાં અચરજ થયું છે.જેમાં હજુ આગામી ૬ થી ૮ મહિના પછી
એક્સપાયરી  ડેટ વાળી મોંઘી દવાઓનો મોટો
જથ્થો કચરાભેગો કરાયો છે જેનાથી લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે સવાલો ઉભા થઇ રહ્યા
છે.આ બાબત હવે તપાસનો વિષય બન્યો છે.

ગત સપ્તાહે 
વિજયનગરના જોડ જંગલના રસ્તા નજીક ફેંકી દેવાયેલા બાયો મેડિકલ વેસ્ટના
સમાચારોની હજી શાહી સુકાઈ નથી ત્યાંજ હેર માતા નજીક વળાંકમાં રસ્તાની બાજુમાં  સરકારી દવાખાનામાં મળતી દવાઓનો જથ્થો  ફેંકી દેવાનું રહસ્ય અકબંધ છે અને આ માટે કોણ
જવાબદાર એવા પ્રશ્નો પુછાઇ રહ્યા છે. જેમાં તમામ દવા
,ગોળી,બટલીઓ  સરકારી દવાખાનામાં જતા
દર્દીઓને મફત અપાતી ટેબલટે
,ગોળીઓ અને નાની દવાઓની બોટલોમાં
ગોળીનો જથ્થો મળી છે.સરકાર તરફથી દર્દીઓને અપાતી આ દવાઓ કોણે અને શા માટે આમ
રસ્તામાં કચરાભેગી કરવી પડીએ પણ તપાસનો વિષય છે.

હજુ કોઈ ગોળીની એક્સપાયરી ડેઈટ પણ પુરી થઈ નથી એવા વપરાશમાં
હજુ લેવાપાત્ર સરકારી દવાઓનો જથ્થો અહીં ફેકવાનો આશય શુ હશે
?
પણ તપાસનો વિષય છે.

તાજેતરમાં  જોડ
જંગલમાં ફેંકી દેવાયેલ બાયો મેડિકલ વેસ્ટ 
અંગે ભારે ઊહાપોહ થયો ત્યારે 
આરોગ્ય વિભાગ દ્વારા દુર કરવાને બદલે  
જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કબજો કરાયો હતો. એ બાબત પણ ચર્ચાસ્પદ બની
હતી.   હતું હાલ પણ સરકારી દવાખાનામાં
વાપરતી ગોળી ફેંકી દેવાયા ની આ ઘટનામાં  
આરોગ્ય વિભાગ એક્શન મોડ આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સત્ય બહાર
લાવશે કે કેમ એવા ય લોકોમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!