[ad_1]
ભુજ,શનિવાર
કચ્છ જિલ્લામાં દેખો ત્યાં કોરોનાના કેસો હોય તેવો તાલ જોવા મળે છે. આજે શનિવારે અકલ્પનીય કહી શકાય તેવા ૪૬૨ નવા કેસો નોંધાતા આ આંકડો સાંભળીને લોકોમાં રીતસરનો ફફડાટ મચી ગયો હતો. ભુજ શહેરમાં ૧૦૭ અને ગાંધીધામમાં ૧૧૪ કેસો નોંધાતા બંને શહેરો જાણે પ્રતિસ્પાર્ધા કરતા હોય તેમ લાગે છે. આજે શહેરી વિસ્તારોમાં ૩૦૫ અને ગ્રામિણમાં ૧૫૭ કેસો નોંધાયા હતા.
કોરોનાની બીજી લહેરની સરખામણીએ હજારો ઘણા કેસો ગુજરાતમાં ત્રીજી લહેરમાં નોંધાતા હોય તેવુ ચિત્ર સામે આવે છે. કચ્છમાં પણ હવે કેસો ઢાંકવાને બદલે બહાર લાવવાના આરોગ્ય તંત્રના પુરતા પ્રયાસ હોય તેમ રોજેરોજ કેસોમાં વાધારો નોંધાય છે. આજે તો કોરોનાના કેસોએ પરાકાષ્ટા વતાવી હોય તેવી રીતે ૪૬૨ કેસો આવતા જ સોશ્યિલ મિડીયામાં આ સમાચારે અનેક કોરોના દર્દીઓના પ્રેસર લો-હાઈ કરી દીધા હતા. જો કે, કોરોનાના કેસો નોંધાતા હોવાની સામે સ્વસૃથ થવાની સંખ્યા પણ નોંધપાત્ર છે.
આજે ૧૮૬ દર્દીઓ સ્વસૃથ થયા હતા જેની સામે નવા ૪૬૨ કેસો સાથે એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૧૪૯૯ પહોંચી ગયો છે. કચ્છના ગામેગામ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રસીકરણ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ભાર મુકવામાં આવી રહ્યો છે આમ છતા કોરોનાના કેસો વાધતા હોવાથી સરકારની નિયત સામે સવાલો ઉઠી રહ્યા છે.
આજે નોંધાયેલા કેસોમાં અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦, અંજાર શહેરમાં ૫૧, ગ્રામિણમાં ૩૫, ભચાઉ શહેરમાં ૭, ગ્રામિણમાં ૯, ભુજ શહેરમાં ૧૦૭, ગ્રામિણમાં ૩૫, ગાંધીધામ શહેરમાં ૧૧૪, ગ્રામિણમાં ૬, લખપત તાલુકામાં ૧૧, માંડવી શહેરમાં ૬, ગ્રામિણમાં ૯, મુંદરા શહેરમાં ૨૦, ગ્રામિણમાં ૧૬, નખત્રાણા તાલુકામાં ૨૬ કેસ નોંધાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, કચ્છમાં કોરોનાનો કહેર હોવા છતા અને આટલા બાધા કેસો નોંધાયા હોવા છતા રાપર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નાથી.
[ad_2]
Source link






